દીકરી : જો દરેક માતાપિતા પોતાની દીકરીને આવી શિખામણ આપે તો ક્યારેય કોઈ પરિવાર દુખી નહી થાય !!!

દીકરી : જો દરેક માતાપિતા પોતાની દીકરીને આવી શિખામણ આપે તો ક્યારેય કોઈ પરિવાર દુખી નહી થાય !!!

દીકરી :  કોઈપણ દીકરી માટે તેના પપ્પા હિરો અને બેસ્ટ ફ્રેન્ડ બંને હોય છે, જયારે પણ તેને કોઈ સલાહ, મદદ, પ્રેરણાની જરૂર પડે છે ત્યારે પિતાજી તેને ઘણા કામ આવે છે. પપ્પાએ આપેલું જ્ઞાન તેને જીવનમાં સારી રીતે મદદ કરે છે. એટલા માટે દીકરીના જન્મથી લઈને તેના મોટા થવા સુધી પિતાનું તેની સાથે એક ખાસ કનેક્શન હોય છે. હવે છોકરીઓને પપ્પાની પરી એમ જ થોડી કહેવામાં આવે છે.

પપ્પાએ આપેલું જ્ઞાન તેને જીવનમાં સારી રીતે મદદ કરે છે.

આમ તો જયારે દીકરીના લગ્ન થાય ત્યારે તે બાપ-દીકરી માટે ઘણી જ ઈમોશનલ ઘડી હોય છે, ત્યારપછી બંને એક બીજાથી અલગ થઇ જાય છે. તેવામાં દીકરી પણ એવું ઈચ્છે છે કે સાસરીયામાં ગયા પછી પણ તે પોતાના પિતાનું નામ ઉજ્જવળ કરતી રહે. તેવામાં જયારે પણ દીકરીના લગ્ન હોય ત્યારે દરેક પિતાએ તેને કાંઈક ખાસ વાતો જરૂર શીખવવી અને કહેવી જોઈએ.

દીકરી
દીકરી

આજના સમયમાં દરેક માતાપિતાની આશા હોય છે કે, તેમની લાડકી દીકરીને સુખી સંપત્તિવાન સાસરું મળી જાય તેમજ એક ખૂબ જ પ્રેમાળ અને ગુણવાન પતિ મળે. ખરેખર આ જરૂરી પણ છે, કારણ કે એક દીકરી પોતાના માતા પિતાનું ઘર છોડીને બીજા ઘરે જાય છે ત્યાર પછી એક દીકરી માતા પિતા માટે પારકી થાપણ બની જાય છે. ત્યારે આ જે અમે આપને એવી વાત જમાવીશું જેનાથી તમે જાણી શકશો કે તમારી દીકરી સાસરિયા સુખી છે કે નહીં.

આ પણ વાંચો : Success Story : ચાર ભાઈઓએ 50 હજારની લોન લઈને ઉભું કર્યું પૈડાનું સામ્રાજ્ય, આજે વિશ્વની સૌથી મોટી સાયકલ કંપની બનીને હજારો લોકોને આજે આપે છે રોજગારી…

જે અમે આપને જે સંદેશ આપવા જઇ રહ્યા છે એ ખૂબ જ પ્રેરણા દાયી રહેશે.એક દિકરીએ તેના બાપને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે ! સાસરે જઇશ તો શું તે બધા મને દિકરીની જેમ રાખશે ?તો તેના પિતાએ બહુ જ સરસ જવાબ આપ્યો…બેટા તું અહીંયા તો દીકરી છે પરંતુ સાસરા નાં ઘરે ગયા પછી તારે પત્ની,દિકરી, મા, ભાભી,જેઠાણી કે પછી દેરાણી ની ભૂમિકા નિભાવી પડશે.

દીકરી
દીકરી

૧. હંમેશા પોતાના મનનું સાંભળજે. લગ્ન પછી તારે ઘણા એવા નિર્ણય લેવા પડી શકે છે જે બીજાને પસંદ ન આવે, તેવામાં તે નિર્ણય લેવા પાછળના કારણ બધાને પ્રેમથી સમજાવજે. જો તને ખબર છે કે તુ દિલથી અને મોરલ વેલ્યુથી સાચી છે તો તે નિર્ણય ઉપર વળગી રહેજે.

૨. હંમેશા પોતાનું સન્માન કરજે. જો તું પોતે જ તારું સન્માન નહિ કરે તો તારો પતિ પણ નહિ કરે. પુરુષોને સ્ટ્રોંગ મહિલાઓ ગમે છે. એટલા માટે મજબુત બનજે અને પોતાની ઉપર વિશ્વાસ રાખજે.

આ પણ વાંચો :  Health Tips : શિયાળામાં મૂળાનું સેવન વરદાનથી ઓછું નથી, કારણ જાણશો તો આજથી ખાવાનું શરૂ કરી દેશો…

3. લગ્ન પછી તારા સાસરિયા વાળાનું સારી રીતે ધ્યાન રાખજે. જેવું તું પિયરમાં તારા માતા પિતાનું ધ્યાન રાખતી હતી. તે મુજબ તારો તેમની સાથે એક ખાસ સંબંધ બંધાઈ જવો જોઈએ.

૪. તારા સંસ્કારોને ક્યારેય પણ ન ભૂલતી. માતા પિતાએ તને જે વસ્તુ શીખવી છે તેનું પાલન કરજે. જે વસ્તુ નૈતિક રીતે સાચી છે તે કરજે. કોઈ કામ એવું ન કરતી જેનાથી તું પોતે તારી નજર માંથી નીચી ઉતરી જાય.

દીકરી
દીકરી

૫. જીવનમાં એડજસ્ટ કરતા શીખજે. સાસરીયામાં જો તારે કશું નવું કરવું પડે તો ગભરાઇશ નહિ પરંતુ અચકાયા વગર તે કળા શીખજે. તેને એક પોઝેટીવ સ્પીરીટમાં લેજે.

૬. મુશ્કેલીથી ક્યારેય પણ ભાગતી નહિ. જીવનમાં દુઃખ આવતા રહે છે. તેવામાં હાર માનવાને બદલે તેનો ઉકેલ શોધજે. તેનો હિમત પૂર્વક સામનો કરજે. દરેક સ્થિતિમાં હસતી રહેજે. પોતાને પ્રેમ કરજે.

૭. તારા પતિને બદલવાનો પ્રયાસ ન કરતી. તે જેવા છે તેવા જ રહેવા દેજે. તેની ઇચ્છાઓ અને મરજીનું સન્માન કરજે ત્યારે તે તારી ઇચ્છાઓ અને સપનાને પણ પુરા કરશે. પતિ કાંઈક સારું કરે તો તેની પ્રસંશા કરજે.

૮. તારો પતિ પોતાની માતાની વધુ નજીક હોઈ શકે છે, કદાચ ઘણી વખત તો તે તારાથી વધુ તેને મહત્વ આપશે. જો એવું થાય છે તો ઠીક છે. તેનું ટેન્શન ન લેતી. તે નેચરલ વસ્તુ છે. પરંતુ તું પણ તેની માતાની નજીક જવાનો પ્રયાસ કરજે.

૯. લગ્ન પછી પણ પિયર તારું ઘર છે. એટલા માટે તું જયારે પણ ઈચ્છે ત્યારે આવી શકે છે અને અમારી સાથે સમય પસાર કરી શકે છે. અમારા ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા રહેશે.

૧૦ કોઈપણ મુશ્કેલી હોય તો મને યાદ કરી લેજે. હું હંમેશા તારી સાથે ઉભો રહીશ. તારું રક્ષણ કરીશ જેવી રીતે બાળપણમાં કરતો હતો. તુ લગ્ન પછી પણ મારી ફેવરીટ દીકરી રહીશ.

more article : Success Story : 13 વર્ષની છોકરીનું અનોખું કામ જોઈને ઈમ્પ્રેસ થઈ ગયા જજ, ઇનોવેશન માટે રિયાલિટી શોમાંથી મળ્યું 50 લાખનું ફંડ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *