Dasha Maa : ગુજરાતના આ મંદિરમાં નેજા ચઢાવવાથી ધંધા રોજગારમાં આવશે તેજી, માનતાથી પુત્ર પ્રાપ્તિ પણ થશે….
Dasha Maa : બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વર્ષો જૂનું અને ચમત્કારિક મંદિર આવેલું છે. ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં દશામાંનું મંદિર આવેલું છે.હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતા પ્રત્યે લોકોની આસ્થા રહેલી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રેલવે સ્ટેશન વિસ્તારમાં વર્ષો જૂનું પૌરાણિક અને ચમત્કારિક દશામાનું મંદિર આવેલું છે. આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. શ્રાવણ માસમાં 10 દિવસ સુધી મંદિરે મેળો ભરાય છે. દશા માં ના મંદિરે ગુજરાત સહિત રાજસ્થાનથી પણ લોકો દર્શનાર્થે આવે છે. અહીં આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થતા દશા માં ના મંદિર પ્રત્યે ભાવિકોની અતૂટ આસ્થા બંધાયેલી છે.
બનાસકાંઠાના ડીસામાં દશામા બિરાજમાન
Dasha Maa : બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળો પર પૌરાણિક અને ચમત્કારિક મંદિરો આવેલા છે. જેની સાથે ઇતિહાસ પણ જોડાયેલો છે. ત્યારે ડીસામાં વર્ષો જૂનું અને ચમત્કારિક મંદિર આવેલું છે. ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં દશામાંનું મંદિર આવેલું છે. આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે.
વર્ષો પહેલાં રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા હંસાબેન જેન્તીજી વાઘેલાના ત્યાં દશામાંની એક નાની ડેરી હતી. હંસાબેન વાઘેલાની પૂજા અર્ચનાના કારણે દશામાના આશીર્વાદ હંસાબેનને મળ્યા ત્યારથી આ મંદિરે અનેક ચમત્કાર થવા લાગ્યા હતા. જે બાદ આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાઈ અને આ વિસ્તારમાં મોટું દશામાંનું મંદિર નિર્માણ થવા પામ્યું હતું.
મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે
Dasha Maa : ખાસ કરીને પુત્ર પ્રાપ્તિ થાય તો દશામાના મંદિરે છત્તર ચડાવવાની પરંપરા છે. જેના કારણે આજે પણ ગુજરાત અને રાજસ્થાનના અનેક ભક્તો દર વર્ષે દશા માં ના મંદિરે પૂજા અર્ચના કરવા માટે આવે છે. આજે ડીસા સહિત આજુબાજુના અનેક ગામોમાં આ મંદિર પ્રત્યે આસ્થા વધતા વર્ષ દરમ્યાન અનેક વાર મંદિરે ભક્તોની ભીડ જોવા મળે છે.
આ પણ વાંચો : Rashifal : ચતુર્ગ્રહી યોગ ચારેયબાજુથી આપશે લાભ જ લાભ, સમજો 4 રાશિઓ માટે ઉગશે સોનાનો સૂરજ…..
ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા દશા માં ના મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. તેમજ જે મહિલાઓને સંતાન થતા ન હોય તે મહિલાઓ માતાજીની બાધા આખડી રાખતા હોય છે અને દશામાં તેમની મનોકામના પૂર્ણ કરે ત્યારબાદ મહિલાઓ પોતાના સંતાનને લઇ દશામાં ના મંદિરે આવી મંદિરે છત્તર અર્પણ કરે છે.
પુત્ર પ્રાપ્તિ થતા મંદિરે છત્તર ચડાવવાની પરંપરા
Dasha Maa : ગુજરાત સહિત રાજસ્થાનમાંથી છેલ્લા 40 વર્ષથી અનેક મહિલાઓ પોતાની બાધા આખડી પૂર્ણ થતા દશા માં ના દર્શને આવે છે. પુરુષો પણ પોતાના ધંધા રોજગાર માટે આ મંદિરે માનતા માને છે. પુરૂષો પણ મોટી સંખ્યામાં વાજતે ગાજતે દશા માં ના મંદિરે નેજા ચડાવવા માટે આવે છે. મંદિરે ભરાતા મેળામાં સમગ્ર ગુજરાત અને રાજસ્થાનથી પણ લોકો મોટી સંખ્યામાં દશા માં ના દર્શનાર્થે આવે છે. દર વર્ષે ચૈત્ર સુદ ચૌદસના દિવસે મંદિરે પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં હવન, મહાપ્રસાદ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો આ પાટોત્સવ મહોત્સવમાં આવે છે.
Dasha Maa : ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા દશા માં ના મંદિરે શ્રાવણ માસમાં 10 દિવસ મહિલાઓ દશામાં ના વ્રતની ઉજવણી કરે છે. ત્યારે મંદિરે 10 દિવસ સુધી મેળો ભરાય છે અને રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરાવામાં આવે છે.
more article : Martoli ma : મરતોલી માં રબારી સમાજને માતાજીનો પરચો, લાડુનો જથ્થો વધ્યો, પ્રસાદ પર ચુંદડી ઢાંકવી પડી, ઝાડ નીચે મંદિર…