Ramlalla ના દર્શન બનશે સરળ,અયોધ્યામાં હનુમાનગઢીથી રામ મંદિર સુધી નવો રોડ બનશે,તેનું નામ હશે સુગ્રીવ પથ

Ramlalla ના દર્શન બનશે સરળ,અયોધ્યામાં હનુમાનગઢીથી રામ મંદિર સુધી નવો રોડ બનશે,તેનું નામ હશે સુગ્રીવ પથ

Ramlalla : અયોધ્યામાં રઘુનાથના દર્શન વધુ સરળ બનશે. હનુમાનગઢીથી રામ મંદિર સુધી નવો રોડ બનાવવામાં આવશે અને તેનું નામ સુગ્રીવ પથ રાખવામાં આવશે. જાહેર બાંધકામ વિભાગ 290 મીટર લાંબો કોરિડોર બનાવશે. આ માટે લગભગ 12 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

Ramlalla
Ramlalla

રામલલ્લાના દર્શન કરવા આવતા લાખો લોકોની ભીડને ધ્યાનમાં રાખીને સરકારે રામલલ્લા મંદિરનો નવો રસ્તો વિકસાવવાનો નિર્ણય લીધો છે. જેને લીધે થતાં ટ્રાફિકને ઓછો કરી શકાય છે. આ માટે નવો કોરિડોર બનાવવામાં આવશે. સુગ્રીવ પથના નામે બનાવવામાં આવનારા કોરિડોરની લંબાઈ 290 મીટર હશે. તે હનુમાનગઢી અને રામ મંદિર પરિસર વચ્ચે ભક્તોની અવરજવર માટે એક લંબચોરસ સર્કિટ તરીકે વિકસાવવામાં આવશે.

Ramlalla
Ramlalla

બેથી અઢી લાખ ભક્તો આવે છે દર્શને 

અયોધ્યામાં દશરથ નંદનના પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરરોજ લગભગ બેથી અઢી લાખ ભક્તો રામ લલ્લાના દર્શન કરવા આવે છે. જેના કારણે દરરોજ ટ્રાફિક જામની સમસ્યા થઈ રહી છે. તેને જોતા યોગી સરકારે અયોધ્યામાં સુગ્રીવ પથ નામના નવા કોરિડોરના નિર્માણ પર કામકાજ શરૂ કરી દીધું છે.

કોરિડોરનો ખર્ચો 

અયોધ્યામાં હનુમાનગઢી મંદિરથી રામજન્મભૂમિ મંદિર સુધીના સુગ્રીવ પથ માટે અંદાજીત રૂપિયા 11.81 કરોડનો ખર્ચ થશે. જેમાંથી રૂપિયા. 5.1 કરોડનો ઉપયોગ જમીન સંપાદન માટે કરવામાં આવશે. કોરિડોરની પહોળાઈ અંદાજે 17 મીટર હશે. પથની બંને બાજુના પાંચ મીટરનો ઉપયોગ વોક-વેના વિકાસ માટે કરવામાં આવશે.

Ramlalla
Ramlalla

આ વિભાગને જવાબદારી

આ પણ વાંચો : સ્વપ્નશાસ્ત્ર : સપનામાં વારંવાર સાપ દેખાય છે? તો એલર્ટ! તમારા પૂર્વજ આપી રહ્યાં છે કોઇ સંકેત,જાણો અર્થ…

અયોધ્યામાં સુગ્રીવ પથના નિર્માણ માટે કાર્યકારી એજન્સી તરીકે જાહેર બાંધકામ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર એસ.બી.સિંહે જણાવ્યું હતું કે, સુગ્રીવ પથના નિર્માણ માટે પહેલા જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પછી નિર્માણ કાર્ય શરૂ થશે.

Ramlalla
Ramlalla

રામ મંદિરનું ઉદ્ઘાટન

પીએમ મોદીએ ગયા મહિને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારથી અયોધ્યામાં ભારે ભીડ એકઠી થઈ રહી છે. રામ મંદિર સુધી પહોંચવા માટે બનાવવામાં આવેલા તમામ રસ્તાઓ પર ભક્તોના ભારે ભીડ એકઠી થઈ રહી છે. જેને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. એવું માનવામાં આવે છે કે આ પથના નિર્માણથી સ્થાનિક લોકોને પરિવહનની દ્રષ્ટિએ ઘણી સરળતા રહેવાની છે.

MORE ARTICLE : Mahakali Ma : ગુજરાતમાં અહીં આવેલું છે મિની પાવાગઢ, શીલા ઉપર પથ્થર ટકરાતા ઘંટારવ, માતાજીએ આપી છે બે નિશાનીઓ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *