સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ફૂલો વડે કરાયો દિવ્ય શણગાર..તસવીરો જોઈને કરો લાઈવ દર્શન..
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે મંગળવારને પૂનમ નિમિતે દાદાને દિવ્ય વાઘા ધરાવીને દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો. સાથે મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને કેરીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે.
સિંહાસનને ફૂલો વડે શણગાર કરાયો
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિતે તા. 14-06-2022ને મંગળવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
આ ઉપરાંત દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો.
સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી કરાશે
સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવ્યા હતા. તથા મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 11:15 કલાકે દાદાને ભવ્ય કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવશે.
તેમજ સાંજે 5:30 કલાકે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું દિવ્ય ષોડશોપચાર પૂજન-અર્ચન- પુષ્પાભીષેક કરી સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશે.
દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.