ચીનમાં કોરોના પાછો ફર્યો, લોકો ફરી થયા કેદ, શાળાઓ થઇ બંધ અને ફ્લાઈટો રદ…

ચીનમાં કોરોના પાછો ફર્યો, લોકો ફરી થયા કેદ, શાળાઓ થઇ બંધ અને ફ્લાઈટો રદ…

ઉત્તર ચીનના ઘણા શહેરો અને પ્રાંતોમાં સેંકડો ફ્લાઇટ્સ અચાનક રદ કરવામાં આવી છે. શાળાઓને તાળાં મારી દેવામાં આવ્યા છે. પ્રવાસીઓના એક જૂથે નવા કોવિડ-19 ફાટી નીકળવાની શંકા વ્યક્ત કર્યા બાદ આ આદેશો આપવામાં આવ્યા છે.

સરકારે મોટા પાયે ટેસ્ટિંગ કરવા માટે વટહુકમ પણ બહાર પાડ્યો છે. રાજધાની બેઇજિંગે સરહદો બંધ કરી દીધી છે અને શૂન્ય-કોવિડ નીતિ હેઠળ કેટલાક વિસ્તારોમાં લોકડાઉન લાદ્યું છે. જો કે, ચીનમાં સ્થાનિક ચેપનો કેસ લગભગ દબાવી દેવામાં આવ્યો હતો. પરંતુ દેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં કેસો સતત વધી રહ્યા છે.

આ નવા ચેપ કેસની કડી એક વૃદ્ધ દંપતી સાથે સંબંધિત છે. જે પ્રવાસીઓના સમૂહનો ભાગ હતા. તેઓ શાંઘાઈ, ઝિઆન, ગાંસુ પ્રાંત અને આંતરિક મંગોલિયાની મુલાકાતે હતા. તેમની યાત્રામાં ઘણા વિસ્તારોમાંથી સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. તે રાજધાની બેઇજિંગ સહિત લગભગ પાંચ પ્રાંત અને પ્રદેશોમાં ઘણા લોકોના સંપર્કમાં આવ્યો હતો.

આ ખુલાસા પછી, ઘણા શહેરોના સ્થાનિક અધિકારીઓએ મોટા પાયે પરીક્ષણ કરવાની જાહેરાત કરી છે. તમામ પિકનિક સ્પોટ, ટુરિસ્ટ સ્પોટ, સ્કૂલ, સિનેમા હાઉસ બંધ કરવામાં આવ્યા છે. ઘણા વિસ્તારોમાં કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

કેટલાક પ્રદેશોમાં અને 40 લાખની વસ્તીવાળા શહેર લેન્ઝોઉમાં લોકોને ઘરની બહાર ન નીકળવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેઓ બહાર જવા ઇચ્છતા હોય તેઓએ તેમનો નેગેટિવ રિપોર્ટ દર્શાવવો પડશે. તે જ સમયે, એરપોર્ટ પણ બંધ હતા, જેના કારણે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

ઇનર મંગોલિયામાં એક નોટિસ પ્રકાશિત કરવામાં આવી છે કે શહેરમાં હિલચાલ પર પ્રતિબંધ છે. ઈનર માંગલિયામાં ફાટી નીકળવાના કારણે કોલસાની આયાત પર પ્રતિબંધ લાગી શકે છે, જેના કારણે ચીનમાં પાવર સંકટ વધુ ઘેરી બની શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *