Collagen for Skin : આ 5 વસ્તુઓ ખાશો તો ક્યારેય ઢીલી નહીં પડે સ્કીન, આ ફુડમાં ભરપુર માત્રામાં હોય છે કોલેજન..

Collagen for Skin : આ 5 વસ્તુઓ ખાશો તો ક્યારેય ઢીલી નહીં પડે સ્કીન, આ ફુડમાં ભરપુર માત્રામાં હોય છે કોલેજન..

Collagen for Skin : કોલેજન એક પ્રકારનું પ્રોટીન હોય છે જે સ્કીન ટીસ્યૂને જોડે છે અને સ્કીનને ટાઈટ રાખે છે તેના કારણે ત્વચા પર કરચલીઓ પડતી નથી. પરંતુ જો શરીરમાં આ પ્રોટીનની ઉણપ હોય તો તેના કારણે ત્વચા ઝડપથી ઢીલી પડવા લાગે છે.

Collagen for Skin : વધતી ઉંમરના લક્ષણોમાં ઢીલી પડતી ત્વચા મુખ્ય લક્ષણ છે. પરંતુ ઘણી વખત ત્વચામાં કોલેજનની ખામી હોય તો પણ ઉંમર કરતાં વહેલા જ સ્કીન ઢીલી પડવા લાગે છે. કોલેજન એક પ્રકારનું પ્રોટીન હોય છે જે સ્કીન ટીસ્યૂને જોડે છે અને સ્કીનને ટાઈટ રાખે છે તેના કારણે ત્વચા પર કરચલીઓ પડતી નથી. પરંતુ જો શરીરમાં આ પ્રોટીનની ઉણપ હોય તો તેના કારણે ત્વચા ઝડપથી ઢીલી પડવા લાગે છે.

કોલેજનની ખામીના કારણો

વધતી ઉંમર સિવાય ત્રણ મુખ્ય કારણને લીધે પણ સ્કીનમાં કોલેજનનું લેવલ ઘટી જાય છે. પહેલું કારણ છે સૂર્યનો તડકો, આ સિવાય ધૂમ્રપાન અને વધારે પડતી મીઠી વસ્તુઓ ખાવાથી પણ કોલેજન ઘટવા લાગે છે. ત્વચામાં કોલેજન લેવલને તમે કેટલાક ફૂડની મદદથી પણ વધારી શકો છો.

Collagen for Skin
Collagen for Skin

ખાટા ફળ

રિસર્ચ અનુસાર વિટામિન સી કોલેજનના પ્રોડક્શનને સપોર્ટ કરે છે. લો કોલેજન લેવલને બુસ્ટ કરવા માટે ખાટા ફળનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. જો તમે રોજ પોતાની ડાયેટમાં સંતરા, દ્રાક્ષ અને લીંબુનો સમાવેશ કરશો તો ત્વચામાં કુદરતી રીતે કોલેજીયન વધશે.

બેરીઝ

બેરીઝ પણ કોલેજનને વધારે છે. સ્ટ્રોબેરીમાં વધારે વિટામિન સી હોય છે આ સાથે જ તમે રાસબેરી, બ્લુબેરી અને બ્લેકબેરી પણ ખાઈ શકો છો.

લીલા પાનવાળા શાકભાજી

પાલક જેવા લીલા પાનવાળા શાકભાજી પણ એન્ટિઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે તેને ખાવાથી ત્વચામાં કોલેજન લેવલ પણ વધે છે.

Collagen for Skin
Collagen for Skin

લસણ

લસણમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે તે ત્વચામાંથી કોલેજનના અવશોષણને રોકવામાં મદદ કરે છે. તમે લસણ કેટલી માત્રામાં ખાવ છો તે વાતનું ખાસ ધ્યાન રાખવું.

આ પણ વાંચો : Ahmedabad : ગુજરાતનું આ મંદિર વર્ષમાં માત્ર બે જ દિવસ ખુલે છે, ભાભારાણા શેર માટીની પૂરે છે ખોટ

ઈંડા

ઈંડાનો સફેદ ભાગ કોલેજનના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમે સ્કીનને ટાઈટ કરવા માંગો છો તો નિયમિત રીતે ઈંડાનું સેવન ફાયદાકારક સાબિત થાય છે.

Collagen for Skin
Collagen for Skin

more article : Dividend stocks : જે લોકો પાસે આ 9 કંપનીઓના શેર હશે એમના ઘરે દિવાળી, કંપની આપશે ઢગલો રૂપિયા..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *