Civil Hospital : અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળી વધુ એક સિદ્ધી : રાષ્ટ્રીય સ્તરના બે હેલ્થકેર એવોર્ડ

Civil Hospital : અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળી વધુ એક સિદ્ધી : રાષ્ટ્રીય સ્તરના બે હેલ્થકેર એવોર્ડ

FICCI દ્વારા અમદાવાદ Civil Hospital ને રાષ્ટ્રીય સ્તરના બે હેલ્થકેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આરેગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી છે. સિવિલ હોસ્પિટલને Excellence in Patient Care & Safety કેટેગરી માં (દર્દીની શ્રેષ્ઠ સારવાર, સંભાળ અને સલામતી) માટે બાળરોગ સર્જરી વિભાગને બ્લેડર એક્સટ્રોફી સર્જરી માટે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો છે.

તેમજ Digital Transformation Initiative of the year ( વર્ષની સૌથી ઉત્તમ ડિજિટલ પરિવર્તન અંગેની પહેલ) કેટેગરીમાં સિવીલ હોસ્પિટલ દ્વારા અમલમાં મુકાયેલ ઓનલાઈન રેફરન્સ પોર્ટલ માટે એવોર્ડ એનાયત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય સેવાઓ ઉત્તમથી સર્વોત્તમ બની રહી છે.

Civil Hospital
Civil Hospital

રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતની આરોગ્ય સેવા-સુવિધાઓની નોંધ લેવામાં આવી રહી છે. તારીખ ૨૬ ઓક્ટોબરે નવી દિલ્હી ખાતે યોજાયેલ ૧૫ માં FICCI (Federation of Indian Chambers of Commerce & Industry) હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ્સ 2023 કાર્યક્રમમાં ખ્યાતનામ અભિનેત્રી શર્મિલા ટાગોરના હસ્તે સી. કે. મિશ્રા, જ્યુરી-ચેર, આરોગ્ય અને પરિવાર નિયોજનના ભૂતપૂર્વ સચિવ,ભારત સરકાર, ડૉ. હર્ષ મહાજન, અધ્યક્ષ FICCI, અને ડૉ. સંજીવ સિંહ સહ-અધ્યક્ષ FICCIની હાજરીમાં અમદાવાદ Civil Hospitalને રાષ્ટ્રીય સ્તરના બે હેલ્થકેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે .

આ પણ વાંચો : IAS : ઘરેલુ હિંસાનો ભોગ બન્યા, જમવા માટે તડપ્યા, IAS બનીને સાસરિયાઓને આપ્યો જવાબ

Civil Hospital
Civil Hospital

જેમાં Excellence in Patient Care & Safety કેટેગરી માં (દર્દીની શ્રેષ્ઠ સારવાર, સંભાળ અને સલામતી) માટે બાળરોગ સર્જરી વિભાગને બ્લેડર એક્સટ્રોફી સર્જરી માટે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ અને Digital Transformation Initiative of the year ( વર્ષની સૌથી ઉત્તમ ડિજિટલ પરિવર્તન અંગેની પહેલ) કેટેગરીમાં સિવીલ હોસ્પિટલ દ્વારા અમલમાં મુકાયેલ ઓનલાઈન રેફરન્સ પોર્ટલ માટે એવોર્ડ એનાયત કરાયો છે.

Civil Hospital
Civil Hospital

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ Civil Hospital ના આ બહુમાનને બિરદાવીને સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. સૌથી નોંધનીય બાબત એ છે કે કુલ ૧૨ કેટેગરીમાં અન્ય તમામ સંસ્થાને માત્ર ૧ એવોર્ડ મળ્યો હતો, જ્યારે એક્માત્ર અમદાવાદની સિવિલ હોસ્પિટલને ૨ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી અને તેમની ટીમ દ્વારા આ બહુમાન પ્રાપ્ત કરવામાં આવ્યું હતું.

more article : Civil Hospital : સ્વચ્છતા અભિયાન અંતર્ગત ધારાસભ્ય ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા પણ ત્યાંની અસહ્ય ગંદકી જોઈને મેડિકલ ઓફિસર અને સફાઈ કોન્ટ્રાકટરને જાહેરમાં ખખડાવ્યા, પછી જુઓ શું થયું એમ…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *