ચુનાની ગરમીના કારણે આખા શરીર પર લાલ ચાઠા પડી જતા છતાંય પ્રમુખ સ્વામી મહારાજ અને તેમના સાથી જાતેજ ઉંચકતા હતા પથ્થર..જુઓ તસવીરો…
બોચાસણવાસી અક્ષર પુરુષોત્મ સ્વામીનારાયણ સંસ્થાન (BAPS)ના પ્રમુખ અને અક્ષરધામ મંદિરનું નિર્માણ કરાવનારા પ્રમુખ સ્વામી મહારાજ એક શ્રદ્ધેય સંત હતા, જેમની દેશમાં જ નહિ પણ વિદેશોમાં પણ ખ્યાતિ અને લોકપ્રિયતા જોતા બની રહી હતી.
હિંદુ ધર્મ અને મંદિરોના વિસ્તારમાં તેમનું યોગદાન અતુલનીય અને અભૂતપૂર્વ રહ્યુ છે. જણાવી દઇએ કે, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત સ્થિત BAPS મંદિરથી જૂનો સંબંધ રહ્યો છે. પીએમ મોદી અને અમિત શાહ ઘણી વખત મંદિરના દર્શન કરી ચુક્યા છે.
અમિત શાહે એકવાર ચૂંટણી પ્રચાર દરમિયાન એમ પણ કહ્યું હતું કે કેવી રીતે તેમનું જીવન સ્વામી મહારાજના વિચારો અને દિવ્ય દૃષ્ટિથી પ્રભાવિત હતું. પ્રમુખ સ્વામી મહારાજે સ્વામી નારાયણ સંપ્રદાયના મંદિરનો મોટા પાયે વિકાસ કર્યો અને એક મોટા વર્ગને સાધુ બનવાની પ્રેરણા પણ આપી. BAPS એ સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય શાખા છે અને પ્રમુખસ્વામી મહારાજને 5મા આધ્યાત્મિક અનુગામી ગણવામાં આવે છે.
તેમના પહેલા આ સંપ્રદાય ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની દેખરેખ હેઠળ વિકસ્યો હતો. જણાવી દઈએ કે BAPSના વડા તરીકે સ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં હિંદુ ધાર્મિક સ્થળોના વિસ્તરણની દિશામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો એક કિસ્સો તમને જણાવીએ. વર્ષ 1944માં ભરૂચના જંબુસર નજીક અટલાદરા મંદિરનું બાંધકામચાલી રહ્યુ હતું ત્યારે પ્રમુખસ્વામી મહારાજ ચુનો કલાવવાની સેવામાં કાર્યરત હતા અને
તેઓએ મંદિરના નિર્માણમાં જાતે પત્થર પણ ઊંચક્યા હતા. ચુનાની ગરમીના કારણે તેમના આખા શરીર પર લાલ ચાઠા પડી જતા પણ તેમ છત્તાં તેઓ ગુરુના વચને સેવા કરતાં. શાસ્ત્રીજી મહારાજ ભરૂચ બાજુ વિચરણ કરતાં હતા. તેઓ બીમાર પડતાં સમાચાર મોકલ્યા કે નારાયણદા આવી અને કથાવાર્તા કરે તો મંદવાડ દૂર થય.
પ્રમુખસ્વામી મહારાજ ત્યાં પહોંચ્યા ત્યારે તેમના શરીર પર લાલ ચાઠા જોવા મળ્યા હતા. શાસ્ત્રીજી મહારાજે શરીર હાથ ફેરવ્યો અને આશીર્વાદ આપ્યા કે સારું થઈ જશે, અને ચાઠા મટી ગયા. આ ઉપરાંત મોઢું લાલ હોવાથી મોઢા પર પણ હાથ ફેરવ્યો અને આશીર્વાદ આપ્યા કે બધુ સારું થઈ ગયું.