ભાવનગરના આ યુવાને રચી દીધો હતો ઇતિહાસ ! ચોખાના દાણા પર એટલી જીણવટ રીતે હનુમાન ચાલીસ લખી કે તમે જોતા રહી જશો..જુઓ

ભાવનગરના આ યુવાને રચી દીધો હતો ઇતિહાસ ! ચોખાના દાણા પર એટલી જીણવટ રીતે હનુમાન ચાલીસ લખી કે તમે જોતા રહી જશો..જુઓ

મિત્રો જો વાત કરવામાં આવે તો ભારતમાં આમ તો કળાની કોઈ કમી નથી. એવામાં આજના આ લેખન માધ્યમથી એવા એક યુવકનો પરિચય કરાવા જઈ રહ્યા છીએ જેણે પોતાની કોઠાસૂજ આવડતથી પોતાની અલગ પ્રકારની કળા બતાવી હતી.

જણાવી દઈએ કે ભાવનગરના આ યુવકે ચોખાના દાણા પર હનુમાન ચાલીસા લખીને ત્રણ મોત રેકોર્ડ બનાવીને અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

ભાવનગરના ઉમરાળા તાલુકામાં આવેલ અંતરયાળ ગામ અલમપરમાં રહતા લગ્ધીરસિંહ ખેંગારસિંહ ગોહિલે આ અનોખા રેકોર્ડ બનાવ્યા છે. લગ્ધીરસિંહ ચોખાના દાણા પર હનુમાન ચાલીસા લખીને પોતાની આવડત બતાવી હતી.

તેની આવી આવડતને લીધે જ હાલ તેઓનું નામ ગુજરાત બુક ઓફ રેકોર્ડ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને મેજિક બુક ઓફ રેકોર્ડમાં નોંધી લેવામાં આવ્યું છે.

લગ્ધીરસિંહે વગર કોઈ ચશ્મા કે બિલોરી કાચણી મદદ લીધા વગર જ આ હનુમાન ચાલીસા લખી હતી, હવે મિત્રો તમે વિચાર કરો કે સાવ નાના ચોખાના દાણા પર વગર કોઈ ચશ્મા કે બિલોરી કાંચણી મદદથી કોઈ વ્યક્તિ કેવી રીતે હનુમાન ચાલીસા લખી શકે. લગ્ધીરસિંહ જણાવે છે કે તેઓએ ચોખાના દાણા પર હનુમાન ચાલીસા લખવા માટે કોઈ માઇક્રોપેનનો પણ ઉપયોગ કર્યો નથી.

લગ્ધીરસિંહ સામન્ય ઉપયોગમાં આવતી લાલ બૉલપેનનો ઉપયોગ કરીને જ આ કલાકૃતિ તૈયાર કરી હતી. આ યુવાનને ગુજરાત બુક ઓફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળવા બદલ મેજિક બુક ઓફ રેકોર્ડ દ્વારા બેસ એચિવર્સ 2022નો એવોર્ડ પણ એનાયત કરી દેવામાં આવ્યો હતો.

લગ્ધીરસિંહે 314 ચોખાના દાણા પર ગુજરાતી ભાષામાં હનુમાન ચાલીસા લખી હતી. ગોહિલ લગ્ધીરસિંહે જણાવ્યું હતું કે તેઓ આગળ વધીને દેશનું નામ રોશન કરવા માંગે છે. જણાવી ડી કે આ યુવકે ધોરણ 12 કોમર્સનો અભ્યાસ કર્યા બાદ ભાવનગર યુનિવર્સિટીમાં ઇતિહાસ વિષયમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો જે પછી તેઓએ ધોળકાણી આર.વી. શાહ કોલેજ ઓફ ફાઇન આર્ટસમાં ડિપ્લોમાણી ડિગ્રી મેળવી હતી. તેઓની આવી કળા જોઈને કષ્ટભંજન દેવ સાળંગપુર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *