Chanakya Niti : મનુષ્યએ જીવનમાં કરેલી આ ભૂલો તો ભગવાન પણ માફ નથી કરતાં, છે સૌથી મોટું પાપ: જાણો શું કહે છે ચાણક્ય નીતિ
આચાર્ય ચાણક્ય ભારતના મહાન અર્થશાસ્ત્રી ગણાય છે. ચાણક્યને કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આચાર્ય ચાણક્યએ તેમના મુખ્ય પુસ્તકમાં રાજકારણ, અર્થશાસ્ત્ર અને યુદ્ધના સિદ્ધાંતોનું વર્ણન કર્યું છે. આ ગ્રંથોમાં રાજાની ફરજો, રાજ્યનું સંચાલન, આર્થિક વ્યવસ્થા અને રાજકીય યુદ્ધના નિયમો વિશે જણાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે, ચાણક્યની નીતિ આજે પણ લોકો માટે ઉપયોગી છે.
આચાર્ય ચાણક્યએ તેમની નીતિમાં વ્યક્તિના જીવન વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું છે. ચાણક્યની નીતિઓને જીવનમાં સામેલ કરવાથી વ્યક્તિનું જીવન સફળ અને સુખદ બને છે. ચાણક્યએ જણાવ્યું છે કે, સુખ-શાંતિ માટે મિત્રો, પરિવાર અને સમાજ સાથે મજબૂત સંબંધો જાળવવા ખૂબ જ જરૂરી છે. કેટલાક કાર્યોને મોટું પાપ માનવામાં આવે છે. કયા કામને જીવનનું સૌથી મોટું પાપ માનવામાં આવે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
માતા-પિતાનું સમ્માન કરો
આચાર્ય ચાણક્ય અનુસાર માતા-પિતા માટે તેમના બાળકોની સફળતા સૌથી મહત્વપૂર્ણ છે. માતા-પિતા હંમેશા તેમના બાળકોને સુખી જીવન જીવતા જોવા માંગે છે. બાળકોએ તેમના માતા-પિતાને ગર્વ થાય તેવું કામ કરવું જોઈએ. માતા-પિતા પણ તેમના બાળકોની ખુશી માટે પોતાની જવાબદારીઓ નિભાવે છે અને તેમને સાચો માર્ગ બતાવે છે. માતા-પિતાને તેમના બાળકો પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે.
આ પણ વાચો : Success story : તનતોડ મહેનત કરીને કોન્સ્ટેબલથી IPS ઓફિસર બન્યા, ખુબ જ પ્રેરણાદાયક છે Vijay Singh ની કહાની….
ઘણી વખત એવું બને છે કે, જ્યારે બાળક મોટું થાય ત્યારે તેના માતા-પિતાને દુઃખ પહોંચાડે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે, માતા-પિતાને દુઃખ આપવું એ સૌથી મોટું પાપ છે. ભગવાન પણ આવા પાપ માફ કરતા નથી.
શબ્દો પર કાબૂ રાખવો
આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિની વાતનું વિશેષ મહત્વ હોય છે. તે અપમાનજનક અને મુશ્કેલ શબ્દોનો ઉપયોગ કરવાથી અન્ય વ્યક્તિને દુ:ખ થઈ શકે છે. વ્યક્તિએ પોતાની વાત પર નિયંત્રણ રાખવું જોઈએ અને મધુર શબ્દો બોલવા જોઈએ. દરેક વ્યક્તિ સાથે સારું વર્તન કરવું જોઈએ, જેથી તે પોતાનું જીવન ખુશીથી જીવી શકે છે.
more article : Chanakya Niti : નોકરીમાં સફળતા મેળવવા માટે અપનાવો આ ચાણક્ય નીતિ, દિવસ-રાત થશે પ્રગતિ…