આ છે ગુજરાતનું સૌથી અનોખું ગામ, જ્યાં આજે પણ આખા ગામના લોકો સૌ સાથે મળીને કરે છે ભોજન…, જોવો ફોટાઓ….
મિત્રો આજના સમયની અંદર ઘણા બધા લોકોના મન ટૂંકા થઈ ગયા છે અને ઘણા લોકોના મનની અંદર ઘણી રીતે અહમનું એક બીજ પણ રોપાઈ ગયું હોય છે. જેના લીધે બીજાનું પછી અને પોતાનો પહેલા લોકો વિચારે છે. ત્યારે આજે પણ જ્યારે પણ કોઈ પણ પ્રકારનો તહેવાર અથવા તો પ્રસંગ હોય ત્યારે લોકો સાથે મળીને ભોજન કરતા હોય છે અને આજે ગામડાઓની અંદર ઘણા બધા અંશે આ પ્રથા હજુ પણ જીવંત છે
જેની અંદર મોટા મોટા તહેવારો અથવા પ્રસંગ હોય ત્યારે આખા ગામના લોકો એક જગ્યાએ બધાએ ભેગા મળીને આખું ભોજન તૈયાર કરતા હોય છે અને પછી બધા પરંપરાગત રીતે એક સાથે બેસીને જમે છે. જોકે આવું કોઈ તહેવાર અથવા તો કોઈ ખાસ પ્રસંગે જ થાય છે પરંતુ કોઈ તમને એવું કે કે ગુજરાતની અંદર પણ એક એવું ગામ છે, જ્યાં કોઈ પ્રસંગે અથવા તો વાર તહેવારે નહીં પરંતુ દરરોજ ગામના લોકો સાથે મળીને ભોજન કરે છે અને તો તમે વિશ્વાસ પણ કરી શકશો નહીં.
પરંતુ આ એકદમ સાચી વાત છે આજે અમે તમને આ ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ગામની અંદર ઘણા લાંબા સમયથી ગામના લોકો એક સાથે મળીને ભોજન કરે છે અને આજ દિવસ સુધી તેમાં કોઈ પ્રકારનો ખલેલ અથવા તો કોઈ પણ પ્રકારની વિક્ષેપ આવ્યો નથી. આ ગામની અંદર ગામના ગુજરાત રાજ્યની અંદર આવેલું છે અને આ લેખની અંદર આજે અમે તમને આ ગામ વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી જણાવવા જઈ રહ્યા છીએ
મિત્રો આજે અમે તમને જે અનોખા ગામ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે ગામ છે મહેસાણા જિલ્લાની અંદર આવેલું ચાંદાણકી ગામ. જે પોતાની એકતા માટે ખૂબ જ વધારે પ્રખ્યાત છે અને અહીંના લોકો પક્ષપાત વિગત દરરોજ એક સાથે મળીને ભોજન કરે છે અને આ ગામ બહુચરાજી તાલુકામાં આવેલું છે અને ગામના લોકો બપોરે અને સાંજનું ભોજન એક સાથે કરે છે
તમને ખાસ જણાવી દઈએ કે આ ગામની અંદર 150 થી પણ વધારે ઘર છે અને 1100 થી પણ વધારે લોકો રહે છે તેમજ 100 જેટલા વૃદ્ધો આ ગામની અંદર રહે છે. અને બાકીના 1000 જેવા લોકો નોકરી ધંધા માટે બહાર જાય છે ત્યારે વૃદ્ધ લોકો ગામની અંદર ખેતી સંભાળે છે અને આ કારણે જ આ ગામના લોકો એક સાથે મળીને ભોજન કરે છે
મિત્રો અહીંના વૃદ્ધ લોકો બપોર અથવા તો રાતના સમયની અંદર બે તકનું ભોજન એક સાથે કરે છે અને જો કોઈ મહેમાન પણ આવી જાય તો પણ તેઓ એક સાથે ભોજન કરવા માટે આવી જાય છે તેમજ નિયમ એવો છે કે પહેલા સ્ત્રીઓ જમશે અને પછી પુરુષ જમશે. જેના કારણે અહીંના લોકોની અંદર એકતાનો પણ ખૂબ જ વધારે ભાવ અકબંધ રહેલો છે
આ સામૂહિક ભોજન આશરે 10 વર્ષથી સાથે કરવામાં આવે છે અને આટલા બધા વર્ષોથી ગામના લોકો પ્રેમથી એકબીજાની સાથે મળીને હળી મળીને ભોજન કરે છે તેમજ આજના સમયની અંદર પણ જ્યાં લોકો એકબીજાથી અલગ પડી રહ્યા છે ત્યાં આ ગામના લોકો એક નવું ઉદાહરણ રૂપ સક્ષમ બની ગયું છે