ધન્ય છે આ દાદાને..!, પોરબંદરના આ દાદા છેલ્લા 40 વર્ષથી, એક પણ રૂપિયો લીધા વગર, લોકો ના હાથ-પગ અને પેટના દુખાવાને દૂર કરે છે..
આજના આ આધુનિક જમાનામાં લોકો પૈસાની પાછળ દોડી રહ્યા છે. લોકો ને ભાગદોડવાળી જિંદગીમાં એકબીજાને બોલાવવાનો પણ સમય રહેતો નથી. આવી પરિસ્થિતિ ની વચ્ચે બીજા લોકોની મદદ કરવી કે તે વાત તો બાજુમાં પડી રહે. આજે અમે તમને જણાવી દઈએ કે હજુ પણ આપણા સમાજને દુનિયાની અંદર એવા ઘણા લોકો છે જેઓ મદદની ભાવના રાખે છે. ખાસ કરીને ગામડાના લોકો હજુ પણ માયાળુ છે અને લોકોની નિસ્વાર્થભાવે ખૂબ જ સારી મદદ કરે છે.
આજે અમે તમને એક ગામડાના દાદા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમને ખૂબ જ નવાઈ લાગશે અને તમે કહેશો કે હજુ પણ સમાજને દુનિયાની અંદર માનવતા મરી પડી નથી. ગામડામાં રહેતા હતા છેલ્લા ૪૦ વર્ષથી નિસ્વાર્થ ભાવે મદદ કરી રહ્યા છે અને આસપાસના ગામના લોકો આ દાદાને ચનાબાપા તરીકે ઓળખે છે.
ચના દાદા છેલ્લા ૪૦ વર્ષથી લોકોની પાસેથી એક પણ રૂપિયો લીધા વગર વિનામૂલ્યે હાથ અને પગના તમારું પેટ ના દુખાવા દૂર કરે છે અને ઘણા લોકો તેમની સારવાર લઈને શાંતિ અનુભવે છે. દૂર-દૂરથી લોકો આ દાદાની પાસેથી સારવાર લેવા માટે આવતા હોય છે અને નિસ્વાર્થ ભાવે છેલ્લા ૪૦ વર્ષથી, આ દાદા લોકોની મદદ કરે છે. તેમજ હાથ અને પગ તેમજ પેટના દુખાવાને દૂર કરે છે.
એવું કહેવાય રહ્યું છે કે, આ દાદા છે પણ પ્રકારની કાર્ય કરી રહ્યા છે તે કોઈ જાદુ નથી. પરંતુ તેના પાસે એક એવી કોઠાસુજ છે કે, તેમને દરેક વિશે જાણકારી મળી જાય છે અને વ્યક્તિને કઈ જગ્યા ઉપર તકલીફ છે અને તે સરખી કરી બતાવે છે. આ દાદા છેલ્લા ૪૦ વર્ષથી વિનામૂલ્યે લોકોના હાથ-પગ અને પેટના દુખાવાને દૂર કરીને ચના બાપા સમાજની અંદર માનવતા મહેકાવી રહ્યા છે.
વાત આટલેથી અટકી નહીં પરંતુ, જ્યારે કોઈ પણ વ્યક્તિ તેમની તેમની પાસે સારવાર લેવા માટે આવે છે ત્યારે તે વ્યક્તિને કઈ તકલીફ છે અને શું થાય છે તે વિશે જાણકારી આપે છે અને સારવાર કરીને તેની કોઠાસૂઝ વાપરીને, હાથ અને પગ તેમજ પેટનો દુખાવો પણ દૂર કરે છે. ચનાબાપા પોતાનું કામકાજ પડતું મૂકીને લોકોની સેવા કરે છે તે પણ વિના મૂલ્યે.
લોકોની સેવા કરવા માટે ચનાબાપા ખડે પગે ઊભા રહે છે. તેમજ નિસ્વાર્થ ભાવે વિનામૂલ્યે પોતાના ઘરે સારવાર લેવા માટે આવેલા લોકોને આ દાદા સેવા કરે છે, ખરેખર આ દાદા જેવા માનવતા દાખવનાર વ્યક્તિની આજના સમાજમાં જરૂર છે જેઓ નાનાથી લઈને મોટા લોકોની મદદ રૂપ થશે.