Chaitri Poonam melo : બહુચરાજીમાં તારીખ 21થી 23 એપ્રિલ ચૈત્રી પૂનમનો મેળો ભરાશે, આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઈ..
Chaitri Poonam melo : યાત્રાધામ બહુચરાજી ખાતે ચૈત્ર મહિનામાં માતાજીના દર્શનનો અનેરો મહિમા છે. નવરાત્રી શરૂ થતાં જ ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે આગામી 21થી 23 એપ્રિલ દરમિયાન બહુચરાજી ખાતે પરંપરાગત પૂનમનો મેળો ભરાશે. આ આ મેળાના મેળ આયોજન માટે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી અને વિવિધ સમિતિઓની રચના કરાઈ હતી.
આ પણ વાંચો : NAVRATRI : ચૈત્રી નોરતામાં એકવાર ચોક્કસ આ મંદિરોમાં દર્શન કરવા જજો, માતાજી દરેક અધૂરી ઈચ્છા કરશે પૂરી..
આ મેળો શાંતિપુર્ણ રીતે યોજાય તેમજ શ્રધ્ધાળુઓની વ્યવસ્થા જળવાય તેવા હેતુથી વિવિધ સમિતિઓની બનાવવામાં આવી છે. આ મેળાના સુચારું આયોજન માટે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
આ પણ વાંચો : Vastu Shastra : દર ગુરુવારે કરવો તુલસી સંબંધિત આ ઉપાય, ઘરમાં ધનની આવક બમણી થશે..
બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ વર્ષે પણ આ મેળો તારીખ 21 એપ્રિલથી 23 એપ્રિલ દરમિયાન યોજાનાર છે. આ મેળો શાંતિપુર્ણ રીતે યોજાય તેમજ શ્રધ્ધાળુઓની વ્યવસ્થા જળવાય તેવા હેતુથી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.
આ મેળાના સુચારું આયોજન માટે આજરોજ કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ વિવિધ સમિતિના કન્વીનર,સહ કન્વીનરઓને તેમને સોંપેલ કામગીરી અંતર્ગત જરૂરી માર્ગદર્શન સુચના આપ્યા હતા.