ચાંદીના વાસણ ચમકાવવા માટે અચુક અપનાવી લો આ ઉપાય, થશે લાભાલાભ….

0
977

લગભગ તમામ ઘરોમાં ચાંદીના વાસણો અને જ્વેલરી મળી આવે છે. કેટલાક લોકો તેનો ઉપયોગ દરરોજ કરે છે અને કેટલાક પ્રસંગોપાત કરે છે. ચાંદીની સૌથી મોટી સમસ્યા એ છે કે તે ડાઘોને લીધે ફરીથી કાળા થવા લાગે છે અને આપણે તેને સાફ કરવા માટે બજારમાં પૈસા વારંવાર ખર્ચ કરીએ છીએ. જોકે આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ઘરે ચાંદીના વાસણ ચમકાવી શકો છો.

ટૂથ પાઉડર : તમારે ઝવેરાત ઉપર અનોખી ચમક લાવવા માટે તમારે ટૂથ પાઉડરની મદદ લઇ શકાય છે. અને તમે સૌથી પહેલા આ ટૂથ પાઉડરની આ એક પેસ્ટ એ તૈયાર કરો. આ પેસ્ટ એ ચાંદીના દાગીના પર તમે ઘસો. જેના કારણે તમારે ચાંદી ફરીથી એક ચમકવા લાગશે.

લીંબુ તથા મીઠું : આ ઉપરાંત લીંબુ અને મીઠુ પણ તમારે ચાદીના ઝવેરાત ચમકાવવા માટે ફાયદાકારક છે. આ માટે તમારે તેને મિકસ કરીને તેનુ એક મિશ્રણ તૈયાર કરી બનાવો અને ત્યારબાદ આ મિસ્કચર માં ચાંદીના ઝવેરાત ને રાત દરમિયાન પલાળી રાખો.

ટોમટો સોસ : આ ઉપરાંત ઝવેરાત સાફ કરવા માટે તમે ટમેટો સોસનો ઉપયોગ પણ ફાયદાકારક પુરવાર થાય છે. આ માટે તમારે ઝવેરાત ઉપર ટામેટાનો સોસ લગાવી અને પછી તેને એક જગ્યા પર મૂકી પછી ૫ મિનિટ પછી તેને સુતરાઉ કાપડની મદદથી સાફ કરવા જોઈએ.