કેનેડા જતા સ્ટુડન્ટ ને ત્યાં પૈસા કમાવામાં ખુબ તકલીફ પડે છે, જોવો કેવી જિંદગી ત્યાં જીવે છે..

કેનેડા જતા સ્ટુડન્ટ ને ત્યાં પૈસા કમાવામાં ખુબ તકલીફ પડે છે, જોવો કેવી જિંદગી ત્યાં જીવે છે..

ભારતથી કેનેડા ગયેલા વિદ્યાર્થીઓનું જીવન તમે જેટલું સમજો એટલું સરળ નથી. તમને લાગતું હશે કે કેનેડા જઈ ને આ લોકો ને જલસા જ જલસા કરતા હશે પણ એ વાત બિલકુલ ખોટી છે આ વિદ્યાર્થીઓ ખુબ મહેનત કરવી પડે છે. કેનેડામાં એક શિક્ષકે સોશ્યલ મીડિયા પર તેના વિદ્યાર્થીઓની ઘણી તસવીરો શેર કરતાં શિક્ષક લખે છે કે તે તેના સૌથી આશાસ્પદ વિદ્યાર્થીઓમાંના છે, જેઓ 12 કલાક કામ કરે છે, જે મોડી રાત્રીથી સવાર 7 વાગ્યા સુધી કામ કરે છે અને ત્યારબાદ 2 કલાકની બસમાં મુસાફરી કરીને 9 કલાક માટે કોલેજ ભણવા આવે છે.

ઉપર આપેલા ફોટામાં ભારતના ઘણા મહેનતુ વિદ્યાર્થીઓનું જીવન બતાવવામાં આવ્યું છે. ભારતમાં જ્યાં બહાર ભણવા જવાનો પણ ટ્રેન્ડ. અને જો આ ટ્રેન્ડ પાછળ કોઈ મુખ્ત કારણ હોય તો એ છે ભારતની બેરોજગારી અને એક સારું એવું ભવિષ્ય. સારા ભવિષ્યના સપના જોતા-જોતા આ વિદ્યાર્થીઓ ક્યારેક-ક્યારેક આખી રાત સુતા પણ નથી. આ મહેનતુ યુવાનોની વાસ્તવિક વાર્તા વર્ણવતા આ તસવીરો ખૂબ શેર કરવામાં આવી રહી છે.

ઘણા વિદ્યાર્થીઓ કે જેઓ એક વર્ષના અભ્યાસ માટે 20 -20 લાખ ખર્ચ કરીને કેનેડા પહોંચે છે, તેઓને ત્યાં જવા અને આવતા વર્ષના શિક્ષણ ખર્ચ માટે 18 -18 કલાક કામ કરવાની ફરજ પડે છે. કેનેડિયન સરકાર વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત અઠવાડિયામાં ફક્ત 20 કલાક જ કામ કરવાની મંજૂરી આપે છે. પરંતુ ફી વસૂલવાની પ્રક્રિયામાં, મોટાભાગના વિદ્યાર્થીઓ ખૂબ ઓછા પૈસા માટે 20 કલાક સિવાય બે નંબરોમાં ત્યાં નોકરી કરતા હોય છે.

એકવાર માતાપિતા રોકાણ દ્વારા તેમના બાળકોને વિદેશ ભણવા માટે મોકલે છે, પરંતુ ત્યાં પહોંચીને રહેવા અને જમવા માટેના ખર્ચને પહોંચી વળવા આ વિદ્યાર્થીઓ હોટલો, સ્ટોર્સ વગેરેમાં વધારે કામ કરવું પડે છે. ત્યાં બેઠેલા લોકો આ વિદ્યાર્થીઓની લાચારીનો લાભ લેવા કોઈ કસર છોડતા નથી અને અડધા પગારમાં આ વિદ્યાર્થીઓ પાસેથી વધુ કામ કરાવી રહ્યા છે.

સમગ્ર વિશ્વમાં વિદેશમાં અભ્યાસ કરવા જવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. એક અંદાજ મુજબ દર વર્ષે લગભગ 43 લાખ લોકો પોતાનો દેશ છોડીને કોઈ બીજા દેશમાં અભ્યાસ કરવા જાય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જાય છે, પછી બ્રિટન, સ્વિટ્ઝર્લ , ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રિયા છે. સૌથી મહત્વની વાત છે કે વિદેશમાં ભણવા જતા અડધાથી વધારે વિદ્યાર્થીઓ એશિયન છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થાના આ યુગમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ વિવિધ દેશોમાં કામ કરી શકે તેવા લોકોને પ્રાધાન્ય આપે છે. બહુવિધ ભાષાઓ બોલો વિવિધ પ્રદેશોના લોકો સાથે વાતચીત કરો જુદા જુદા ટાઇમ ઝોનમાં કામ કરો.

અમેરિકાની આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા ડેનિયલ ઓબસ્ટ કહે છે કે વૈશ્વિકરણના આ યુગમાં સફળ થવા માટે દરેક વિદ્યાર્થીએ વિદેશમાં અભ્યાસ કરવો જોઇએ. તેઓ વિવિધ ભાષા અને સંસ્કૃતિના લોકો સાથે હળી-મળીને રહેવાનું શીખી શકશે. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરવું તેમના માટે સરળ બનશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *