Hanumanji ચાલીસાની આ ૫ ચોપાઈના જાપથી દુર ભાગી જાય છે બધી જ પરેશાનીઓ, ૨૪ કલાકમાં ચમત્કારિક અસર જોવા મળશે
હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પુજા અને પોતાના ઇષ્ટદેવ માટે મંત્રનું ઉચ્ચારણ કરવું ખુબ જ શુભ ફળદાયક હોય છે. હિન્દુ ધર્મમાં ભગવાન Hanumanji સૌથી વધારે પુજવામાં આવતા દેવતા છે. ભગવાન હનુમાનજીને કળયુગનાં દેવતા માનવામાં આવે છે. માન્યતા અનુસાર આજે પણ રામ ભક્ત હનુમાનજી આ પૃથ્વી પર સશરીર ભ્રમણ કરે છે. જે પણ ભક્ત સાચા મન થી તેમને યાદ કરે છે, હનુમાનજી તરત જ તેનાં કષ્ટોને દુર કરવા માટે આવી જાય છે.
Hanumanji ને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનાં પાઠને ખુબ જ લાભદાયક માનવામાં આવે છે કારણ કે મનુષ્યનાં જીવનની બધી જ સમસ્યાનાં સમાધાન માટે હનુમાન ચાલીસાનાં પાઠ કરવામાં છે. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ નિયમિત રૂપે દરરોજ સાચા મનથી બજરંગબલીને યાદ કરે છે અને હનુમાન ચાલીસાનાં પાઠ કરે છે, તેનાં જીવનની બધી જ પરેશાનીઓ દુર થઈ જાય છે.
જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ અશુભ છે તો નિયમિત હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરવા જોઈએ. Hanumanji ને કળયુગનાં સૌથી પુજનીય દેવોમાં ગણવામાં આવે છે અને ગૌસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત હનુમાન ચાલીસાનાં પાઠ ૧૦૦૦ મંત્ર બરાબર પ્રભાવશાળી છે. આમ તો હનુમાન ચાલીસાનો આખો પાઠ ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે પરંતુ તેની અમુક ચોપાઈનો પણ જો નિયમિત જાપ કરવામાં આવે તો બજરંગબલી બધી જ રીતે વ્યક્તિની મનોકામના પુરી કરી દે છે.
ભુત પિશાચ નિકટ નહિં આવે, મહાવીર જબ નામ સુનાવે
હનુમાન ચાલીસાની આ ચોપાઈને ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને હંમેશા કોઈને કોઈ વસ્તુનો ભય રહે છે તો આ ચોપાઈનો નિયમિત જાપ કરવાથી તેમનાં મનમાંથી ભય સમાપ્ત થઈ જાય છે.
નાસે રોગ હરે સબ પીરા, જો સુમિરે હનુમત બલબિરા
જે વ્યક્તિ હંમેશા કોઈને કોઈ પ્રકારની બિમારીથી પીડિત રહે છે, તેણે નિયમિત રૂપથી આ ચોપાઈને સવારે અને સાંજનાં સમયે Hanumanji નું નામ લઈને જાપ કરવો જોઈએ.
અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અસ બર દીન જાનકી માતા
હનુમાન ચાલીસાની આ ચોપાઈને સૌથી વધારે મહત્વપુર્ણ માનવામાં આવે છે કારણ કે Hanumanji આઠ સિધ્ધિ અને નવ નિધિ આપવા વાળા ભગવાન છે. આ વરદાન તેમને માતા સીતાએ આપ્યું છે. જો કોઈ વ્યક્તિને જીવનમાં શક્તિ પ્રાપ્ત કરવી છે તો તેમણે હનુમાન ચાલીસાની આ ચોપાઈનો પાઠ જરૂર કરવો જોઈએ.
વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામકાજ કરીબે કો આતુર
જો કોઈ વ્યક્તિને જ્ઞાન, બુદ્ધિ, વિવેક અને દોલત જોઈએ છે તો હનુમાન ચાલીસાની આ ચોપાઈનો નિયમિત રૂપે જાપ કરવો જોઈએ. વિદ્યા અને ચતુરાઈ માટે તો આ ચોપાઈ ખુબ જ ઉપયોગી છે.
ભીમ રૂપ ધરી અસુર સંહારે, રામચંદ્રજી કે કાજ સંવારે
રામ ભક્ત Hanumanji ને પ્રસન્ન કરવા માટે અને તેમની કૃપા મેળવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ ખુબ જ ઉપયોગી હોય છે. તેમાં પણ જો તમે શત્રુથી પરેશાન છો કે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળતા મળી રહી છે તો આ ચોપાઈનો ઓછામાં ઓછો ૧૦૮ વાર જાપ કરવો જોઈએ. હનુમાન ચાલીસાની આ ચોપાઈથી શત્રુઓનો નાશ અવશ્ય થઈ જાય છે.
more article : Hanumanji નું આવું ચમત્કારિક મંદિર, જ્યાં આજે પણ તેમના પગના નિશાન છે, ભક્તોની દરેક મનોકામના કરે છે પૂરી.