Dhanterasનાં દિવસે નવી સાવરણી ખરીદીને આ જગ્યાએ રાખી દો, અરબોપતિ બની જશો…
પાંચ દિવસ ચાલનારા દિવાળીનાં તહેવારની શરૂઆત Dhanterasથી થાય છે અને ભાઈબીજ પર પુર્ણ થાય છે. દિવડાનાં આ તહેવારમાં દેવી માતા લક્ષ્મી, ભગવાન શ્રી ગણેશની વિધિવત પુજા કરવામાં આવે છે. સાથે જ ધનતેરસથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો પણ કરવામાં આવે છે.
Dhanterasને ખરીદી કરવા માટે વર્ષનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીથી લઈને માતા લક્ષ્મી સુધીની નાનામાં નાની વસ્તુઓ ખરીદવા પર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેની સાથે જ ધનતેરસનાં દિવસે સાવરણી ખરીદવી ખુબ જ શુભ માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આ દિવસે નવી સાવરણી ખરીદવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે પરંતુ ઘરમાંથી જુની સાવરણી બહાર કાઢતા પહેલા કેટલાક ઉપાયો જરૂર કરવા જોઈએ. તેનાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે.
જો તમે Dhanteras પર માતા લક્ષ્મીને આમંત્રિત કરવા માંગો છો તો તમે માતા લક્ષ્મીને સાવરણીનાં યોગ્ય ઉપયોગથી આમંત્રિત કરી શકો છો. ધનતેરસ પર સાવરણી ખરીદવાથી ધનમાં વધારો થાય છે અને તેનાથી પારિવારિક કષ્ટ પણ સમાપ્ત થઈ શકે છે.
તેનાં માટે થોડી સાવધાની રાખવી જરૂરી હોય છે. ઘરની બહાર જુની સાવરણી ક્યારેય પણ કાઢવી નહિ. આમ જોવા જઈએ તો એવી ઘણી બધી બાબતો છે, જે ખુબ જ મહત્વની છે.
Dhanteras એ સાવરણી ખરીદવી જોઈએ કારણ કે આવું કરવાથી ધનમાં વધારો થાય છે. એટલું જ નહીં શાસ્ત્રોમાં તેને માતા લક્ષ્મીની પ્રતિરૂપ માનવામાં આવે છે. જ્યારે પણ તમે નવી સાવરણી ખરીદો તો તેના પર સફેદ દોરો બાંધી દો. તેનાથી માતા લક્ષ્મી સ્થિર રહે છે. સાવરણી પર પગ ના મુકવો જોઈએ કારણ કે આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.
જો તમે દિવાળીનાં દિવસે સુર્યોદય પહેલા મંદિરમાં ૩ સાવરણીનું દાન કરો છો તો માતા લક્ષ્મી અસ્થાયી રૂપે તમારા ઘરમાં સ્થાયી થાય છે પરંતુ દાન કરતા પહેલા તમારે ધનતેરસ પર આ સાવરણી ખરીદવી પડશે.
આ પણ વાંચો : Rajkot ના ગોંડલ તાલુકાનું પાટીદડ બન્યું ‘દીકરી ગામ’, દરેક દીકરીઓને મળશે આ સુવિદ્યા…
Dhanterasનાં દિવસે જ્યારે પણ તમે સાવરણી ખરીદો તો તેને જમીન પર જ સુવડાવીને રાખવી જોઈએ. સાવરણીને ઉભી રાખવી અશુભ શુકન માનવામાં આવે છે. સાવરણી હંમેશા ઘરનાં ખુણામાં છુપાઈને રાખવી જોઈએ.
સાવરણી પર પગ ના મુકવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી લક્ષ્મી માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે તે સાવરણીનો આદર કરીએ છીએ ત્યારે માતા લક્ષ્મી ખુશ થાય છે.
દિવાળીનાં દિવસે મંદિરમાં સાવરણીનું દાન કરવાની પણ પરંપરા છે. કહેવાય છે કે આ દિવસે સાવરણીનું દાન કરવાથી ઘરમાં માતા લક્ષ્મી આવે છે. જોકે દિવાળીનાં દિવસે દાન કરવાની સાવરણી Dhanterasનાં દિવસે જ ખરીદવી જોઈએ.
ઘરમાં ક્યારેય સાવરણી ઉલ્ટી ના રાખવી જોઈએ. કહેવાય છે કે તેનાથી ઘરમાં વાદવિવાદ વધે છે. સાવરણી ક્યારેય ઘરની બહાર કે છત પર ના રાખવી જોઈએ. કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં ચોરી થવાનો ડર ઉત્પન્ન થાય છે.
જો તમે Dhanteras પર નવી સાવરણી ખરીદી રહ્યા છો તો તે દિવસે જુની સાવરણી ઘરની બહાર ના કાઢવી જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી પણ ઘરની બહાર ચાલ્યા જાય છે. આવી સ્થિતિમાં તમારે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે.
Dhanterasનાં દિવસે જુની સાવરણીમાં સિંદુર, કુમકુમ અને ચોખા લગાવીને વિધિવત પુજા કરવી. તેની સાથે જ નવી સાવરણી પણ ખરીદવી જોઈએ.
જુની સાવરણીમાં કાળો દોરો બાંધીને તેને ઘરની એવી જગ્યાએ રાખો જ્યાં તેને કોઇ બહારનું વ્યક્તિ જોઇ ના શકે. વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણી શુક્ર ગ્રહ સંબંધિત હોય છે અને કાળો દોરો શનિ ગ્રહનો હોય છે. તેથી આવું કરવાથી બંને ગ્રહ બળવાન થાય છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી.
Dhanterasનાં દિવસે જુની સાવરણીનાં બદલે નવી સાવરણીથી ઘર સાફ કરવું સારું રહે છે. દિવાળીની રાત્રે ઘરની જુની સાવરણી ઘરની બહાર કાઢી શકો છો.
more article : Dhanteras : આ વર્ષે ધનતેરસ ક્યારે છે? જાણો શુભ સમય, મહત્વ અને પૂજાની રીત…