Dhanterasના દિવસે ખરીદી લો આ 7 વસ્તુ, મા લક્ષ્મીની થશે કૃપા…
હિન્દુ ધર્મમાં તિથિ તહેવારોનું ખુબ મહત્વ હોય છે. દિવાળી પહેલા આવતી Dhanterasનું હિન્દુ ધર્મમાં ખુબ મહત્વ છે. આ દિવસે ઘણી એવી વસ્તુ છે જેને ખરીદવાથી મા લક્ષ્મી ખુબ ખુશ થાય છે અને તમારા ઘરે પધરામણી કરે છે.
લક્ષ્મી ગણેશ
Dhanterasના દિવસે લક્ષ્મી ગણેશની મૂર્તિ લાવવી શુભ હોય છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે
સોના ચાંદી
Dhanterasના દિવસે સોના-ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે. સોના-ચાંદીની ખરીદીથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
સ્ફટિકનો શ્રી યંત્ર
આ દિવસે સ્ફટિક શ્રી યંત્ર ખરીદવાથી આર્થિક લાભ થાય છે. સાથે ઘરમાં ખુશીનો માહોલ રહે છે.
આ પણ વાંચો : Health Tips : શરીરમાં કેલ્શિયમની ઊણપ હાડકાઓને કરે છે નબળાં, આજથી જ આ 5 ચીજ ખાવાનું શરૂ કરી દો
ઝાડુ
Dhanterasના દિવસે ઝાડુની ખરીદી શુભ માનવામાં આવે છે. તેને ઘરે લાવવાથી તમામ સંકટ દૂર થાય છે.
શંખ
Dhanterasના દિવસે શંખ ખરીદવાથી મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને પરિવાર પર કૃપા વરસાવશે.
મીઠાનું પેકેટ
Dhanterasના દિવસે મીઠાનું પેકેટ ખરીદવાથી ઘરમાં દૂખ દુર થાય છે અને પરિવારમાં ખુશી આવે છે.
ધાણા
જો તમે Dhanterasના દિવસે ધાણા ખરીદો છો તો તમારા ઉપર દેવી દેવતાઓની કૃપા થશે અને આર્થિક લાભ થશે.
more article : Dhanteras : આ વર્ષે ધનતેરસ ક્યારે છે? જાણો શુભ સમય, મહત્વ અને પૂજાની રીત…