Bullet Train : કેટલું સસ્તું હશે બુલેટ ટ્રેનનું ભાડું? કેટલે પહોંચ્યું કામકાજ? જુઓ શું કહ્યું રેલવે મંત્રીએ, આપી તમામ જાણકારી..
Bullet Train : રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે તમે જો ઈચ્છો તો સુરતમાં સવારનો નાસ્તો કરી શકો છો અને પછી મુંબઈ જઈ કામ કરી શકો છે. ત્યાર બાદ રાત્રે પાછા તમે તમારા પરિવાર પાસે પરત જઈ શકો છો. બુલેટ ટ્રેનનું ભાડું વિમાન યાત્રા કરતા પણ ખૂબ જ સસ્તુ થવાનું છે.
તેમણે આ વિશે જણાવ્યું કે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવા માટે કેટલું ભાડું હશે.
Bullet Train : એક ન્યૂઝ ચેનલને આપેલ ઈન્ટરવ્યુમાં અશ્વિન વૈષ્ણવે કહ્યું કે તો તમે ઈચ્છો તો સુરતમાં સવારનો નાસ્તો અને પછી મુંબઈમાં જઈને નોકરી કરી શકો છો. ત્યાર બાદ રાત્રે પરત તમારા પરિવાર સાથે જઈ શકો છો. દુનિયામાં જ્યાં જ્યાં બુલેટ ટ્રેન ચાલી રહી છે. ત્યાં 90 ટકા લોકો દૂરની યાત્રા માટે બુલેટ ટ્રેનનો ઉપયોગ કરે છે.
કેટલું હશે ભાડુ?
Bullet Train : બુલેટ ટ્રેનનાં ભાડા વિશે જ્યારે રેલવે મંત્રીને પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે કહ્યુ કે, બુલેટ ટ્રેનનું ભાડું વિમાનની મુસાફરી કરતા ખૂબ જ સસ્તુ થવાનું છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મુંબઈ-અમદાવાદ કોરિડોર માટે 8 નદીયો પર પુલ બનાવવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટની કિંમત આશરે 1.08 લાખ કરોડ રુપિયા છે.
આ પણ વાંચો : Gujarat : 18 કરોડ વાર રામનું નામ લખેલી પોથીના દર્શન, ગુજરાતમાં અહીં 40 વર્ષોથી 24 કલાક ચાલે છે અખંડ રામધુન
Bullet Train : જેમાં દસ હજાર કરોડ કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. ત્યાં જ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર 5 હજાર કરોડનું યોગદાન આપશે. બાકીની કામગીરી જાપાન પાસેથી લોન લઈને પૂર્ણ કરવામાં આવી રહી છે. જેનું વ્યાજ માત્ર 0.1 ટકા છે.
Bullet Train : મુંબઈ- અમદાવાદ કોરિડોર નવેમ્બર 2021 માં કામ શરુ થયું હતું અને તે કામ સતત ચાલુ જ છે. આ પહેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, મુંબઈ થી અમદાવાદ સુધી બુલેટ ટ્રેનનું ભાડુ લગભગ 3 હજાર રુપિયા હશે. ભવિષ્યમાં દિલ્લીથી અયોધ્યા વચ્ચે પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પણ વાતચીત ચાલી રહી છે. વિદ્વાનોનું માનવું છે કે જો એવું થાય તો દિલ્લીની અર્થવ્યવસ્થા ઉત્તર પ્રદેશનાં કેટલાક શહેરો સાથે જોડાશે.