Bullet Train : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં, ડેપોનું ખોદકામ લગભગ પૂર્ણતાના આરે.
Bullet Train : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે 3 ડેપો તૈયાર કરાશે. જ્યારે અન્ય બે ડેપો સુરત અને મહારાષ્ટ્રનાં થાણે ખાતે તૈયાર કરાઈ રહ્યા છે. સાબરમતી ખાતે બનનારા ડેપોથી એક હજાર લોકોને રોજગારી મળવાની શક્યતા છે.
Bullet Train : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદનાં સાબરમતી ખાતે મુખ્ય ડેપોની કામગીરી શરૂ છે. બાંધકામ માટે થતું ખોદકામ પૂર્ણતાનાં આરે છે. બુલેટ ટ્રેનનાં રિપેરિંગ અને મેઈન્ટેનન્સ માટે 3 ડેપો તૈયાર કરાશે.
Bullet Train : અમદાવાદથી મુંબઈ વચ્ચે 3 ડેપો તૈયાર કરાશે. મુખ્ય ડેપો સાબરમતી ખાતે 83 હેક્ટરમાં બનાવવામાં આવશે. અન્ય 2 ડેપો સુરત અને મહારાષ્ટ્રનાં થાણે ખાતે તૈયાર કરાઈ રહ્યા છે. સાબરમતી ખાતે બનનારા ડેપોથી એક હજાર લોકોને રોજગારી મળવાની શક્યતા છે.
હાલ ફાઉન્ડેશન તેમજ આરસીસીનું કામ ચાલી રહ્યું છે
સાબરમતી ખાતે તૈયાર થઈ રહેલ મુખ્ય ડેપોમાં વહીવટી વિભાગ તેમજ ફાઉન્ડેશનનું કામ તેમજ આરસીસીનું કામ હાલ ચાલી રહ્યું છે. આ બાબતે વધુમાં નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનનાં અધિકારીએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનનાં સંચાલન અને ઓપરેશનલ જરૂરિયાતો સાથેની તમામ સુવિધા સાબરમતી ખાતે રોલિંગ સ્ટોક ડેપોમાં ઊભી કરાશે.
આ પણ વાંચો : અંકરાશિ : આયો રે શુભ દિન આયો રે ! આજે આ જન્મતારીખવાળા લોકો પર થશે રૂપિયાનો વરસાદ
ડેપો જાપાનનાં બુલેટ ટ્રેનનાં ડેપોની થીમ પર તૈયાર કરાશે
Bullet Train : સાબરમતી ખાતે 83 હેક્ટરમાં ફેલાયેલા ત્રણ ડેપોમાં સૌથી મોટો ડેપો છે. નિરીક્ષણની સાથે વોશિગ પ્લાન્ટ, વર્કશોપ, શેડ્સ અને સ્ટેબલિંગ લાઈનો અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ કરાશે. ત્યારે સાબરમતી ડેપો જાપાનનાં બુલેટ ટ્રેનનાં ડેપોની થીમ પર તૈયાર કરવામાં આવશે.
ત્યારે ડેપોમાં હાલ 4 પરીક્ષણ લાઈન અને 10 સ્ટેબલિંગ લાઈન તૈયાર કરાશે. જેને ભવિષ્યમાં ડેવલપ કરી 8 પરીક્ષણ લાઈન અને 29 સ્ટેબલિંગ લાઈન સુધી વિસ્તારી શકાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.
more article : IPO : આ કંપનીના IPOની ગ્રે માર્કેટમાં ધૂમ, શેરના લિસ્ટિંગ પર આપશે બમ્પર રિટર્ન…