ગુજરાતના ભાઈઓએ માર્કેટિંગ વગર બનાવી દીધી મોટી કંપની,જોવો સિકંદર સિંગની ફેક્ટરીના ફોટાઓ…, અત્યારે છે કંપનીનું કરોડોમાં ટર્ન ઓવર…
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સિંગને ગરીબોના કાજુ તરીકે ઓળખવામાં આવે છે. સિંગ તમને દરેક જગ્યાએથી સરળતાથી મળી જાય છે. તો જ્યારે સિંગનુ નામ આવે એટલે તરત જ આપણને સિકંદરની સિંગ જ યાદ આવે.
લગભગ દરેક લોકોએ સિકંદરની અવનવા ફ્લેવરવાળી સિંગ તો ખાધી હશે. પરંતુ લોકોને દાઢે વળગેલી આ સિંગ કેવી રીતે બને છે. શું તમે જાણો છો. આજે અમે તમને આ લેખમાં તે કંપનીમાં સિંગ કેવી રીતે બને છે તે દેખાડવા જઈ રહ્યા છીએ.
આજથી ૭૨ વર્ષ પહેલાં સુરેન્દ્રનગર જીલ્લાની અંદર આવેલું ખેરાળી ગામથી સિંગ વેચવાની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે લાખાણી પરિવાર એ દુનિયાના ઘણા બધા મોટા દેશોની અંદર પોતાની સિંગ પહોંચાડી છે.
લાખાણી પરિવારે કોઈપણ જાતના બ્રાન્ડ અને માર્કેટિંગ વગર આ મુકામ હાંસલ કર્યો છે. તેમાં એક સમયે માત્ર ને માત્ર પચાસ રૂપિયાની સિંગ વેચતા પરિવારે આટલું મોટું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું? તેની પાછળની વાત ખૂબ જ રોચક અને રસપ્રદ છે.
અકબર અલી અને નાઝીર અલી લાખાણી એ, ૧૯૪૯ની અંદર આઝાદી સમયે માત્ર અને માત્ર તેર વર્ષની ઉંમરે સિંગ વેચવાની શરૂઆત કરી હતી. શરૂઆતના 12 વર્ષ અકબર અલી ખેરાળી ગામથી સુરેન્દ્રનગર ચાલીને જતા હતા અને, ૫ કિલો વજન વાળા તાંબાના ત્રાસની અંદર ૫ કીલો સિંગ અને ચીકી ભરીને વેંચવા જતા હતા.
અકબર અલીને શરૂઆતમાં તેમને રેલવેની નોકરી પણ મળી હતી પરંતુ તેમણે સિંગના ધંધા માટે આ નોકરીને પણ હાથમાંથી જવા દીધી હતી. પરંતુ અકબર અલીએ તેમની પત્ની શક્કરબેને ઘણો સાથ આપ્યો હતો.
શરૂઆતની અંદર થોડા દિવસો સુધી રોજની પાંચ કિલો સિંગ પણ શક્કરબેન બનાવી આપતા હતા. અકબરઅલી પોતાના ગામ ખેરાલી થી સુરેન્દ્રનગર જઈને, સુરેન્દ્રનગરની ગલીઓમાં સીંગ વેચવાનું કામકાજ કરતા હતા.
અકબર અલી અને તેમના પરિવાર 13 વર્ષ પછી ૧૯૬૦ની અંદર ખેરાલી થી સુરેન્દ્રનગર રહેવા માટે આવી ગયા હતા. પહેલા તો અકબર અલી સુરેન્દ્રનગરના મેઇન રોડ ઉપર પાછળનો પાથરીને સિંગ વેચતા હતા પછી તેમણે લારી શરૂ કરી હતી.
આપણા સૌ કોઇના મનમાં એવો સવાલ થતો હશે કે, આ સિંગ ની બ્રાન્ડનું નામ સિકંદર જ કેમ રાખવામાં આવ્યું? તમને જણાવી દઈએ કે આ કંપનીના માલિક અકબર અલીના મોટા દીકરાનું નામ સિકંદર હતું.
તમને જણાવી દઈએ કે અકબર અલી નો મોટો દીકરો સિકંદર પોતે સોળ વર્ષની ઉંમરે જ પિતાના ધંધાની સાથે સિંગના ધંધામાં જોડાયો હતો. મોટા દીકરા સિકંદરે ધંધામાં આવીને સિંગના હોલસેલ નું કામકાજ શરૂ કર્યું હતું અને તેમના ધંધાને મોટો કર્યો હતો.
આ ધંધાને મોટો કરવા માટે, સિકંદર ભાઈએ પોતાની ફેક્ટરી મોટી કરવાનો નિર્ણય કર્યો હતો અને પોતાના ધંધાને એક નવી ઊંચાઇએ પહોંચાડવાનો નિર્ણય કર્યો. 1991ની અંદર, ભાવનગર જિલ્લાની પાસે રતનપર બાયપાસ ઉપર ૩૬ હજાર સ્ક્વેર ફૂટની મોટી જગ્યા લઈને ત્યાં સિંગનું પ્રોડક્શન શરૂ કર્યું હતું. અને પછીના વર્ષે એટલે કે ૧૯૯૨માં જુની મારુતિ વેન ખરીદી હતી અને તેમાં સિંગનું વેચાણ કરવાનું શરૂ કર્યું હતું.
થોડો સમય પસાર થયા પછી, ૧૯૯૫માં સિકંદર ભાઈ નાના ભાઈ અને અકબર અલી નાના દીકરા અમીનભાઇ ધંધાની અંદર જોડાયા હતા. નાનાભાઈ અમીન ભાઈ દુકાને બેસતા હતા અને મોટાભાઈ સિકંદર ફેક્ટરી સંભાળતા હતા.
આજે સિકંદર કંપની ખૂબ ઊંચાઈએ પહોંચી ચૂકી છે. દિવસેને દિવસે લોકોમાં લોકપ્રિયતા મેળવી રહી છે. અમીનભાઇ ધંધામાં આવી ને મસાલા સિંગ, દાળિયા ચણા, જેવી નવી નવી પ્રોડક્ટ માર્કેટમાં આવ્યા હતા.
સિકંદર ભાઈ ના નાના ભાઈ ધંધામાં આવ્યા પછી ધંધાનો વિકાસ ખૂબ જ વધવા લાગ્યો હતો. તમને જાણીને વિશ્વાસ નહીં આવે કે, 45 વર્ષ સુધી સિકંદર સિંગ લુઝ પ્લાસ્ટીકના પેકિંગમાં વેચાતી હતી. 1996માં સિકંદર નામની બ્રાન્ડથી સિંગ વેચવાની શરૂઆત કરી હતી.
આ સીંગ ને લેવા માટે આજુબાજુના ગામડાંના લોકો અને વેપારીઓ આવતા હતા. 2003ની અંદર સિકંદર ભાઈનો ડેન્ગ્યુના કારણે મૃત્યુ થયું હતું. અને પરિવાર અને ફેક્ટરીની તમામ જવાબદારીઓ તેના નાના ભાઈ અમીનભાઇ એ સંભાળી હતી.
ધીમે ધીમે ધીમે ધંધાનો વ્યાપ વધતો ગયો હતો, તેવામાં 2019 માં કોઇ બીમારીને કારણે અકબર અલીએ પણ દુનિયામાંથી વિદાય લીધી હતી. સિકંદર ભાઈ નાના ભાઈ અમીનભાઇ એ સિંગના ધંધાને અત્યંત આધુનિક લુક આપ્યો હતો.
સિકંદર ભાઈનો દીકરો જાવેદ પણ આજના સમયમાં આ ધંધાની સાથે જોડાયેલો છે. અને અમીનભાઇના જોડિયા દીકરા હુસૈન અને હસન બંને ભણતરની સાથે સાથે ધીમે ધીમે આ ધંધાની સાથે સંકળાયેલ રહ્યા છે.
આજના સમયમાં સિકંદર સિંગ વિશ્વના ઘણા દેશોમાં પહોંચી ચૂકી છે. અમેરિકા કેનેડા સાથે વિશ્વના સાત દેશોમાં સિકંદર સિંગનું એક્સપોર્ટ થાય છે, તેમજ કોઈપણ માર્કેટિંગ વગર 19 કરોડનો વાર્ષિક બિઝનેસ કરે છે.