Botad : શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગુલાબ અને મોગરાના ફુલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો, જાણો ક્યાંથી મંગાવ્યા આ ફુલ..
Botad : સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગુલાબ અને મોગરાના ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે.
આજે સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી ધર્મકિશોર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.આજે દાદાને કરાયેલાં શણગાર વિશે વાત કરતાં પૂજારી ધર્મકિશોર સ્વામીએ જણાવ્યું કે, “આજે દાદાને 20 કિલો ગુલાબ અને 30 કિલો મોગરાના ફુલનો શણગાર કરાયો છે.
આ પણ વાંચો : Ram Navami : રામનવમી પહેલા અયોધ્યાથી આવ્યા ગુડ ન્યુઝ, પ્રભુ રામલલા આ દિવસે ભક્તોને આપશે 24 કલાક દર્શન..
આ પણ વાંચો : HEALTH TIPS : બીટ ખરેખર ‘શાકભાજીની વાયગ્રા’ છે? જાણો શું કહે છે વિજ્ઞાન..
આ ફુલ વડોદરાના આસપાસના ગામડાઓમાંથી મંગાવવામાં આવ્યા છે. દાદાના સિંહાસને આ શણગાર કરતા સંતો, પાર્ષદ અને હરિભક્તો સહિત ચાર લોકોને ચાર કલાકનો સમય લાગ્યો હતો.”
more article : Share Market : દર 1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, એક વર્ષમાં રોકેટની જેમ વધી રહ્યો છે ભાવ, જાણો વિગત…