Botad Accident : બોટાદના કુંભારા ગામે પીકઅપ વાને પલટી મારતા 2ના મોત, 25 લોકો ઇજાગ્રસ્ત..
Botad Accident : રાજ્યમાં ફરી એકવાર રાત્રિના સમયે દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, બોટાદના કુંભારા ગામ નજીક પીકઅપ વાન પલ્ટી ખાઈ જતા બે લોકોના મોત થયા છે. ઘટનાને લઈ રાત્રિના સમયે હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો સહિતનાએ બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ દર્દનાક અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. આ સાથે 25 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોય તમામને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Health Tips : સાંધાના દુખાવા હોય તેણે આ 5 વસ્તુઓ ખાવાનું વિચારવું પણ નહીં, ખાશો તો પકડી લેશો ખાટલો..
Botad Accident : બોટાદના કુંભારા ગામ નજીક પીકઅપ વાન પલ્ટી ખાઈ જતા બે લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ વિંછીયાથી શ્રમિકો ભરેલ પીકઅપ વાન ધંધુકા તરફ જઈ રહી હતી. આ દરમિયાન રાત્રિના સમયે બોટાદ જિલ્લાના કુંભારા ગામ નજીક ખોડીયાર મંદિરના બોર્ડ પાસે ડ્રાઈવરે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પીકવાન પલટી ખાઈ ગઈ હતી.
Botad Accident : આ દુર્ઘટનામાં જતાં પિતા પુત્રીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ સાથે 20થી 25 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હોઇ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
more article : Holi ના રંગોના આ ઉપાયો છે ચમત્કારિક, આર્થિક તંગી અને ગ્રહદોષથી એક રાતમાં મુક્તિ મળશે….