જાણીતા સિંગર અકસ્માતનો ભોગ બન્યા, પાંસળીઓ તૂટી, માથામાં પણ વાગ્યું

જાણીતા સિંગર અકસ્માતનો ભોગ બન્યા, પાંસળીઓ તૂટી, માથામાં પણ વાગ્યું

જાણીતા સિંગર જુબીન નૌટિયાલ આજે વહેલી પરોઢે અકસ્માતનો ભોગ બન્યા. તેઓને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મળતી માહિતી મુજબ તેઓ ઈમારતની સીડી પરથી પડતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

જુબીન નૌટિયાલની કોણી તૂટી ગઈ અને તેમના માથામાં, પાંસળીઓમાં પણ ઈજા થઈ છે. જુબીન નૌટિયાલનું નવું ગીત તુ સામને આયે હાલમાં જ રિલીઝ થયું છે. આ ગીતને તેમણે સિંગર યોહાની સાથે ગાયું છે.

ગુરુવારે નૌટિયાલ અને યોહાની ગીતના લોન્ચ પર એક સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ તેઓ ઈજાગ્રસ્ત થયા. આ અકસ્માતના કારણે સિંગરને જમણી કોણીનું ગુરુવારે રાતે ઓપરેશન કરવામાં આવ્યું.

અત્રે જણાવવાનું કે ભારતીય મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં જુબીન નૌટિયાલે એક અલગ મુકામ બનાવ્યો છે. તેમણે રાત લંબિયા, લૂટ ગયે, હમનવા મેરે અને તુજે કિતના ચાહને લગે હમ, તુમ હી આના, બેવફા તેરા માસૂમ ચહેરા જેવા ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *