રાજીવે પત્ની ચારુ પર લગાવ્યા ગંભીર આરોપ:કહ્યું, ‘ અમે અલગ થઈ રહ્યાં છીએ, પેપર પણ તૈયાર અને તારીખ પણ આવી ગઈ છે, દીકરી જિયાના સાથે હંમેશાં રહીશ’
બોલિવૂડના સિતારામાં રિલેશનશિપ અને બ્રેકઅપ તો સામાન્ય થઇ ગયાં છે. હાલ તો સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન અને તેની પત્ની ચારુ અસોપાના સંબંધ એ હદે વણસી ગયા છે કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે અને આવનારા સમયમાં બંને અલગ થઈ જાય તો નવાઈની વાત નહીં.
છૂટાછેડાની અફવા વચ્ચે રાજીવ સેને ફરી એકવાર પત્ની ચારુ અસોપા પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે આરોપ લગાવ્યો છે કે ચારુએ તેને તેની દીકરી જિયાનાથી દૂર કરી દીધી છે છે. આટલું જ નહીં, રાજીવે દાવો કર્યો હતો કે ચારુ દીકરી જિયાનાનો ઉપયોગ વ્યૂઝ માટે પણ કરી રહી છે.
રાજીવે વીડિયોમાં કહ્યું હતું કે હું તમને કહેવા માગું છું, આ તેનું બાળપણ છે. છેલ્લા 1 મહિનાથી મેં જે કન્ટેન્ટ બનાવ્યું છે એ મારા પરિવાર વિનાનું છે. જિયાના મારી સાથે નથી, તે ચારુ સાથે છે. ચારુએ કન્ટેન્ટ બનાવવા માટે જિયાનાનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો છે, જેથી સારા વ્યૂઝ મળી શકે.
રાજીવે છૂટાછેડા વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે અમે અલગ થઈ રહ્યા છીએ. છૂટાછેડાની તૈયારી થઈ રહી છે અને પેપર પણ બની ગયા છે. અમારે ફક્ત તેમની સાઈન કરવાની છે, અમને તારીખ પણ મળી ગઈ છે, તમને બધાને ખબર પડી ગઈ હશે કે અમે સાથે નથી રહેતાં, પરંતુ દીકરી જિયાના સાથે હંમેશાં સાથે રહીશ.
તેણે વધુમાં કહ્યું હતું કે ‘ચારુએ દીકરીને યુટ્યૂબ પર ન લાવવી જોઈએ અને ફક્ત ને ફક્ત દીકરીના ઉછેર પર ધ્યાન આપવું જોઈએ. મારી દીકરીને મારી પાસેથી છીનવી લેવામાં આવી છે. એટલું જ નહીં, મારા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે હું ખરાબ પિતા છું, જે સંપૂર્ણપણે ખોટું જ છે.
મને મારી દીકરીથી દૂર કરી દીધો છે.’ હું મારી પુત્રી સાથે સમય વિતાવી શકતો નથી. આ માટે મારી પત્ની કોપરેટ નથી કરતી. તેણે દીકરી માટે થઈને પોતાનો અહંકાર બાજુ પર રાખી દેવો જોઈએ.
ચારુ અને રાજીવે 2019માં લગ્ન કર્યાં હતાં. વર્ષ 2021માં દીકરી જિયાનાનો જન્મ થયો હતો. સુસ્મિતા સેન પણ દીકરીના જન્મ સમયે હાજર હતી. થોડા દિવસ બાદ બંને વચ્ચે અણબનાવના સમાચાર સામે આવવા લાગ્યા હતા.
જોકે 2022માં ચારુએ કન્ફર્મ કર્યું હતું કે તે રાજીવને ડિવોર્સ આપવા જઈ રહી છે, ત્યાર બાદ એક્ટ્રેસ અલગ ઘરમાં રહેવા લાગી હતી. હવે થોડા દિવસ પહેલાં ગણેશચતુર્થી નિમિત્તે પેચઅપ પણ થયું હતું, પરંતુ હવે ફરી બંને અલગ થઈ ગયાં છે.
ચારુ ટીવી સિરિયલ ‘મેરે અંગને’માં કામ કરતી હતી. આ જ સિરિયલમાં તેનો ભાઈ બનતા નીરજ માલવીય સાથે ચારુના સંબંધો હતા. બંનેએ 2016માં સગાઈ કરી હતી અને 2017માં લગ્ન કરવાનાં હતાં. જોકે સગાઈના થોડા મહિના બાદ જ બંને વચ્ચે મતભેદો સર્જાતાં આ સગાઈનો અંત આવ્યો હતો.