વકીલે કીધું NCB હજુ અંધારામાં છે, આર્યન ખાન તો ક્રુઝમાં બૉમ્બ ‘બ્લાસ્ટ’….

વકીલે કીધું NCB હજુ અંધારામાં છે, આર્યન ખાન તો ક્રુઝમાં બૉમ્બ ‘બ્લાસ્ટ’….

ક્રુઝ પર બૉમ્બ વિસ્ફોટ?
ગયા શુક્રવારે આર્યન ખાનના જામીનની સુનવણી પર દલીલ દરમિયાન NCBએ આર્યન ખાનની તે વૉટ્સઍપ ચૅટ વિશે વાત કરી જેમાં ક્રુઝ પર બ્લાસ્ટ કરવાની વાત કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર નવી જનરેશનની ભાષા સમજવામાં NCBથી ભૂલ થઇ છે. આજકાલની જનરેશન વૉટ્સઍપ પર આ પ્રકારે જ વાતો કરે છે. જેનો કોઇ ખોટો અર્થ થતો નથી.

યુવાનોનો વાત કરવાનો અંદાજ
આર્યનના વકીલ અમિત દેસાઇએ કહ્યું કે આજકાલના યુવાન લોકોનો વાત કરવાનો અંદાજ અલગ છે. જૂના જમાનાના લોકોને તે ટોર્ચર જેવું લાગી શકે છે. તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલા શબ્દો મોટી ઉંમરના લોકોને શંકાસ્પદ લાગી શકે છે. આર્યન ખાનની ચૅટમાં ક્રુઝ પર બ્લાસ્ટ કરવાની વાત સામે આવી છે. જેનો કોઇ ખોટો અર્થ નથી.

આર્યન ખાને NCBના ઝોનલ ડાયરેક્ટરને આપ્યું વચન
એક રિપોર્ટ મુજબ આર્યન ખાને એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને વચન આપ્યું છે કે તેઓ સારું કામ કરશે અને એક દિવસ તેમને તેની પર ગર્વ થશે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આર્યન ખાને એનસીબીને વચન આપ્યું છે કે તેઓ જેલમાંથી બહાર આવ્યાં બાદ એક સારા માણસ બનશે. આર્યન ખાને વધુમાં કહ્યું કે તેઓ આર્થિક રીતે નબળા લોકોને મદદ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આર્યન ખાનની સમીર વાનખેડેની સાથે એનસીઓ વર્કસે પણ કાઉન્સેલિંગ કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરની રાત્રે મુંબઈમાં ક્રૂઝ પર થઈ રહેલી ડ્રગ્સ પાર્ટીમાં એનસીબીએ દરોડામાં આર્યન ખાનને પકડ્યો હતો. આર્યનની સાથે અન્ય લોકો પણ પકડાયા હતા. ત્યારબાદ આર્યન ખાન સહિત દરેક આરોપીઓને એનસીબીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં હતા. કોર્ટે બાદમાં બધાને 14 દિવસની જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. જોકે અત્યારે આર્યન ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં કેદ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *