શું તમે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરરોજ જુઓ છો?? પણ તમે આ રહસ્યો નહિ જાણતા હોવ…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવો ટીવી શો છે જેના પાત્રો આપણી સાથે મોટા થયા છે. કોઈ અભાગ્યે જ તેમના પાત્રોથી અજાણ હશે. 2008 માં શરૂ થયેલો આ શો એટલો જૂનો થઈ ગયો છે કે દર્શકોને લાગે છે કે તેઓ આ શો અને તેના પાત્રો વિશે બધું જ જાણે છે! પરંતુ અમે તમારા માટે આ શો સાથે જોડાયેલી એવી કેટલીક હકીકતો બતાવવા જઈ રહ્યા છીએ કે તમે જાણ્યા પછી કહેશો – આયલા! મને આ ખબર પણ નહોતી.
અમિત ભટ્ટ (બાપુજી), શોમાં દિલીપ જોશી (જેઠાલાલ) ના પિતા ‘ચંપક લાલ ગડા’ નું પાત્ર ભજવે છે. પરંતુ વાસ્તવિક જીવનની ઉંમરમાં તે તેમના ઓનસ્ક્રીન પુત્ર કરતા નાના છે. હા, પિતા અને પુત્ર વચ્ચે 6 વર્ષનું અંતર છે. અમિત ભટ્ટનો જન્મ 1974માં થયો હતો. જ્યારે દિલીપ જોશીનો જન્મ 1968માં થયો હતો.
પત્રકાર પોપટલાલ ક્યારે લગ્ન કરશે તે હજુ એક સવાલ હંમેશાં માટે રહ્યો છે. પરંતુ વાસ્તવિક જીવનમાં અભિનેતા શ્યામ પાઠક (પોપટલાલ) પરિણીત છે, અને તેઓ ત્રણ બાળકોના પિતા છે. તેની પત્નીનું નામ રેશ્મી છે, જે શ્યામ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) માં અભ્યાસ કરતી વખતે મળ્યા હતા. બંનેએ વર્ષ 2003માં લગ્ન કર્યા હતા.
દિશા વાકાણી (દયા જેઠાલાલ ગડા) અને તેમના ઓન-સ્ક્રીન ભાઈ મયુર વાકાણી (સુંદરલાલ) માત્ર પડદા પર જ ભાઈ-બહેન નથી પણ વાસ્તવિક જીવનમાં પણ તેઓ છે. જોકે, દિશા વાકાણી 2017થી આ શોનો ભાગ નથી. હાલ તેમની જગ્યા પણ ખાલી છે. હા, સવાલ હજુ પણ એ જ છે કે દયા શોમાં ક્યારે પરત આવશે?
45 વર્ષીય મંદાર ચાંદવાડકર, માસ્ટર ભીડે, ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને એક સખત ટ્યૂશન માસ્ટર ભીડેની ભૂમિકા ભજવી રહ્યા છે. તે વાસ્તવિક જીવનમાં મિકેનિકલ એન્જિનિયર છે. અને હા તેમણે ત્રણ વર્ષ દુબઈમાં એન્જિનિયર તરીકે પણ કામ કર્યું છે.
તન્મય વેકરિયા શોમાં ‘બાગા’નું પાત્ર ભજવે છે. જોકે, મેકર્સ દ્વારા તેમના પાત્રની શરૂઆતમાં કોઈ યોજના બનાવી નહોતી. તે ક્યારેક શોમાં રિક્ષા ડ્રાઈવર તરીકે, અને ક્યારેક ટેક્સી ડ્રાઈવર તરીકે દેખાયા છે. પરંતુ જ્યારે ઘનશ્યામ નાયક (નટ્ટુ કાકા) રજા પર હતા, ત્યારે બાઘાને જેઠાલાલની દુકાનની દેખરેખ માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે જનતાએ બાગાને ખૂબ પસંદ કર્યું, ત્યારે નક્કી થયું કે હવે આ પાત્ર શોમાં ચાલુ રહેશે.
ભવ્ય ગાંધી (ટપ્પુ) અને સમય શાહ (ગોગી) વાસ્તવિક જીવનના પિતરાઈ છે. જોકે, ભવ્ય ગાંધીએ વર્ષ 2017માં શોને અલવિદા કહી દીધું હતું. હવે રાજ અનાડકટ શોમાં તેની જગ્યાએ ‘ટપ્પુ’નું પાત્ર ભજવે છે. તમને જણાવી દઈએ કે, ભવ્ય ગાંધી ટીવી ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પગાર લેનાર બાળ કલાકારોમાંથી એક છે. અહેવાલો અનુસાર, તેણે આ શો દરમિયાન પ્રતિ એપિસોડ દસ હજાર રૂપિયા લીધા છે.
ભવ્ય ગાંધી (ટપ્પુ) અને સમય શાહ (ગોગી) વાસ્તવિક જીવનના પિતરાઈ છે. જોકે, ભવ્ય ગાંધીએ વર્ષ 2017માં શોને અલવિદા કહી દીધું હતું. હવે રાજ અનાડકટ શોમાં તેની જગ્યાએ ‘ટપ્પુ’નું પાત્ર ભજવે છે. તમને જણાવી દઈએ કે, ભવ્ય ગાંધી ટીવી ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પગાર લેનાર બાળ કલાકારોમાંથી એક છે. અહેવાલો અનુસાર, તેણે આ શો દરમિયાન પ્રતિ એપિસોડ દસ હજાર રૂપિયા લીધા છે.
શરૂઆતમાં દિલીપ જોશીને શોમાં બાપુજીની ભૂમિકા ભજવવા માટે લેવામાં આવ્યા હતા. પરંતુ તેમણે તે કામ કરવાની ના પાડી. ત્યારબાદ નિર્માતાઓએ દિલીપને શોના મુખ્ય પાત્ર જેઠાલાલ તરીકે કાસ્ટ કર્યા, જેમની ભૂમિકાના કારણે તેઓ અમર થઈ ગયા છે.
ટીવી શોએ 2020માં 3,000 એપિસોડ પૂર્ણ કરીને ટેલિવિઝન પર સૌથી લાંબો ચાલતો ‘સિટકોમ’ હોવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તમને જણાવી દઈએ કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી, જેની વાર્તા જેઠાલાલની આસપાસ વણાયેલી છે.
એક ઇન્ટરવ્યૂમાં દિલીપ જોશીએ જણાવ્યું હતું કે, ‘મેં બેક સ્ટેજ કલાકાર તરીકે થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું. તે સમયે મને રોલ આપવા કોઈ તૈયાર નહોતું. મને એક પાત્ર ભજવવા માટે 50 રૂપિયા મળતા હતા, પણ મેં ક્યારેય તેની પરવા કરી નથી. ‘ કારણ કે મને ઓછી ઉંમરમાં જ થિયેટર પ્રતિ એક ઝુનૂન રહ્યું છે.