ભાઈજાનની Ex GFનો સનસનાટીભર્યો આક્ષેપ:સોમીએ કહ્યું, ‘વર્ષો સુધી શારીરિક શોષણ કર્યું અને સિગારેટના ડામ દીધા, મને બચાવવા માટે 50 વકીલ રહેશે’

ભાઈજાનની Ex GFનો સનસનાટીભર્યો આક્ષેપ:સોમીએ કહ્યું, ‘વર્ષો સુધી શારીરિક શોષણ કર્યું અને સિગારેટના ડામ દીધા, મને બચાવવા માટે 50 વકીલ રહેશે’

બોલીવુડના ભાઈજાન સલમાન ખાનના આમ તો સૌ કોઈ વખાણ કરતા નજરે પડે છે. પણ કેટલાંક લોકો એવા પણ જેને હવે સલમાન પસંદ નથી. તેમાંથી એક છે સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી. એક સમય હતો જ્યારે સલમાન અને સોમી અલીના લવ અફેરની ચર્ચા આખા બોલીવુડમાં હતી. લાંબા સમય સુધી આ જોડી એકબીજાને ડેટ કરતી રહી, સંબંધો આગળ પણ વધ્યાં.

પણ એ સંબંધોને કોઈ નામ મળી શક્યું નહીં. અને અચાનક પછી બ્રેકઅપ થઈ ગયું. જોકે, સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી સલમાન સાથેના સંબંધો અંગે સોશિયલ મીડિયામાં ખુલીને સામે આવી છે. અને તેણે સલમાન ખાન પર ગંભીર આરોપો પણ લગાવ્યાં છે.

આ વખતે પણ સોમી અલીએ પોતાની નવી પોસ્ટમાં દબંગ ખાન પર ઘણા આરોપો લગાવ્યા છે. સોમીએ સલમાન ખાન સાથેનો એક થ્રોબેક ફોટો શેર કર્યો હતો. બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી સોમી અલી ફરી એકવાર ચર્ચામાં આવી છે.

સોમી અલીએ ફરી એકવાર બોલિવૂડના દબંગ હીરો સલમાન ખાન પર નિશાન સાધ્યું છે. સોમીએ સલમાન સાથે એક થ્રોબેક ફોટો શેર કર્યો અને તેના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો. પણ પછી સોમીએ આ પોસ્ટ કેમ ડિલીટ કરી? ચાલો જાણીએ.

અભિનેત્રી હોવા ઉપરાંત સોમી અલી સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ પણ રહી ચુકી છે. બંને વચ્ચેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં, પરંતુ આજે પણ બંનેના અફેરની ચર્ચા છે. સોમી અને સલમાન ખાનના સંબંધોમાં ઘણું અંતર આવી ગયું છે. આ જ કારણ છે કે સોમી ઘણીવાર પોતાની પોસ્ટમાં સલમાન ખાન પર આકરા પ્રહાર કરતી જોવા મળે છે. આ વખતે પણ સોમી અલીએ પોતાની નવી પોસ્ટમાં દબંગ ખાન પર ઘણા આરોપો લગાવ્યા છે.

સોમીએ સલમાન ખાન સાથેનો એક થ્રોબેક ફોટો શેર કર્યો હતો, જેમાં સલમાન તેને ગુલાબનું ફૂલ આપતા જોવા મળે છે. સોમીએ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું – ઘણું બધું થવાનું છે. ભારતમાં મારા શો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને પછી મને કેસ કરવાની ધમકી આપવામાં આવી હતી. તમે કાયર છો અહીં મારા રક્ષણ માટે 50 વકીલો ઉભા છે, જેઓ મને સિગારેટના ડામ અને વર્ષો સુધી તે કરેલી મારપીટ અને શોષણથી મને બચાવશે.

સોમીએ આગળ લખ્યું તે તમામ મહિલા અભિનેત્રીઓ પર શરમ આવે છે જેઓ મહિલાઓ પર હુમલો કરનારા આ માણસનું સમર્થન કરે છે. આવા કલાકારોને પણ શરમ આવવી જોઈએ, જેમણે તેનું સમર્થન કર્યું. હવે લડવાનો સમય છે.

સલમાન વિશેની સોમીની પોસ્ટ જોતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. પરંતુ ત્યારબાદ અભિનેત્રીએ આ પોસ્ટને ડિલીટ કરી દીધી હતી. પોસ્ટ ડિલીટ કરવાનું કારણ શું છે, તે તો સોમી જ કહી શકે છે, પરંતુ તેની પોસ્ટે ચોક્કસપણે બોલિવૂડના કોરિડોરમાં હલચલ મચાવી દીધી છે.

સોમી અલીએ આ પહેલા પણ ઘણી વખત સલમાન ખાન પર નિશાન સાધ્યું છે. તે ઘણીવાર પોતાની પોસ્ટમાં સલમાન પર ગંભીર આરોપ લગાવતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે એક સમય હતો જ્યારે સોમી અલી સલમાન ખાનની ઘણી મોટી ફેન હતી.

બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ પણ કરતા હતા. પણ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. સોમીએ પોતાના જૂના ઈન્ટરવ્યુમાં સલમાન ખાન સાથે બ્રેકઅપનું કારણ પણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે સલમાને તેની સાથે ચીટિંગ કર્યું હતું તેથી તેણે સલમાનને છોડી દીધો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *