અમદાવાદ ની ઢીંગલીએ IIFAમાં ધુમ મચાવી દીધી ! એવું પર્ફોમન્સ આપ્યુ કે બોલીવુડ સ્ટાર્સ ફેન થયા…જાણો કોણ છે કાશ્વી મજમુદાર

અમદાવાદ ની ઢીંગલીએ IIFAમાં ધુમ મચાવી દીધી ! એવું પર્ફોમન્સ આપ્યુ કે બોલીવુડ સ્ટાર્સ ફેન થયા…જાણો કોણ છે કાશ્વી મજમુદાર

વ્યક્તિમાં કળા અને કૈશલ્ય હોય તો એ કોઈપણ ઉંમરે આગળ આવી શકે છે. આપણે જાણીએ છે કે એવા ઘણા હુનહાર બાળકો છે જેઓ આજે પોતાની આવડત અને સિદ્ધિઓ દ્વારા આગવું સ્થાન ધરાવે છે. આજે આપણે એક એવી જ બાળકીની વાત કરવાની છે જે માત્ર 7 વર્ષની છે. સૌથી ખાસ વાત એ છે કે, અમદાવાદની આ ઢીંગલીએ IIFAમાં ધુમ મચાવી દીધી ! એવું પર્ફોમન્સ આપ્યુ કે બોલીવુડ સ્ટાર્સ ફેન થયા આજે અમે આપને જણાવીશું કે આખરે આ કાશ્વી મજમુદાર કોણ છે?

કાશ્વી મજમુદાર મૂળ અમદાવાદની છે, પરંતુ હાલમાં તે તેના માતા-પિતા સાથે દુબઈમાં રહે છે. સાત વર્ષની કાશ્વીને ડાન્સ અને એક્ટિંગનો ખુબ જ શોખ છે. દરેક ડાન્સર્સની જેમ તે પણ નોરા ફતેહની મોટી ચાહક છે. તે નોરાના બધા ગીત પર ડાન્સ વીડિયો બનાવે છે.

મજુમદાર પરિવાર કોરોના બાદ દુબઈમાં શિફ્ટ થયા હતાં. કાશ્વી ડાન્સ અને એક્ટિંગમાં આગળ વધવા માગે છે તેથી પરિવાર ફરી એકવાર અમદાવાદ શિફ્ટ થશે. કાશ્વી ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરવા માગે છે. બની શકે કે આ ગુજરાતી નોરા આગામી દિવસોમાં ગુજરાતી ફિલ્મ જગતમાં પણ ધમાલ મચાવે

હાલમાં જ નોરા ફતેહીએ સોશિયલ મીડિયા પર એક ડાન્સ ચેલન્જ આપી હતી. જેમાં કાશ્વીએ પણ ભાગ લીધો હતો. આ ચેલેન્જ વીડિયોમાં કાશ્વીના શાનદાર મુવ્ઝ જોઈ નોરા પણ આશ્ચર્ય થઈ ગઈ હતી. ત્યાર બાદ નોરાએ કાશ્વી સાથે અંગત રીતે મુલાકાત કરી હતી અને તેના ડાન્સની પ્રશંસા કરી હતી.કાશ્વીએ નોરા સાથે પર્ફોમશ પણ કર્યું અને આઈફાના ફાઉન્ડરે તેને શોની શાન ગણાવી હતી.

કાશ્વી નોરાની ખુબ જ મોટી ફૅન છે. જ્યારે તેને ખબર પડી કે તેનો ડાન્સ ચેલેન્જમાં મસિલેક્શન થયું એ જાણીને ખુશીથી ઝુમી ઉઠી હતી. કાશ્વીના મુવ્ઝ, દેખાવ, બોલી અને ડાન્સ જોઈ તેને `છોટી નોરા` કહેવું અયોગ્ય નહીં લાગે.જોકે આઈફામાં નોરા સાથે પર્ફોમ કર્યા પહેલા કાશ્વી કેટરિના કૈફ સાથે પણ કામ કરી ચુકી છે. કાશ્વીએ એક એડ ફિલ્મમાં કેટરિના કૈફ સાથે કામ કર્યુ છે.

જે દિવસે કાશ્વીએ આઈફામાં ધમાલ મચાવી તે જ દિવસે તેનો બર્થડે હોવાથી સેલેબ્સે તેના પર વધારે પ્રેમ વરસાવ્યો હતો. શાહિદ કપૂર, અનન્યા પાંડે. તમન્ના સહિતના સ્ટાર્સે તેણીને બર્થડે વિશ કર્યુ હતું.

આ દરમિયાન કાશ્વીનો અંદાજ પણ કોઈ સ્ટારકિડ કરતાં ઓછો નહોતો. આ ઉપરાંત બૉલિવૂડના ફેમસ કોર્યોગ્રફર રેમોએ પણ કાશ્વીના ડાન્સની પ્રશંસા કરી છે. કાશ્વીએ રેમો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમની સાથે ડાન્સ મુવ્ઝ કર્યા હતાં.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *