આર્યન ખાનની ધરપકડ બાદ અબ્બૂજાન શાહરૂખ ખાનને પડ્યો મોટો ફટકો, ચાહકોને જાણીને લાગશે આઘાત
ક્રૂઝ શિપ પર ડગ પાર્ટી કરવાના આરોપમાં ફસાયેલા આર્યન ખાન હાલ ચર્ચામાં છે, ત્યારે હાલ આર્યન ખાનના પિતા શાહરૂખ ખાનને લઇને મોટી ખબર આવી રહી છે. બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન છેલ્લા કેટલાક દિવસથી પરેશાનીમાં છે, ત્યાં હવે તેમની પરેશાનીઓમાં વધારો થયો છે. દીકરા આર્યન ખાનની ધરપકડ બાદ શાહરૂખ ખાનને ઝાટકો લાગ્યો છે.
મીડિયા રીપોર્ટ્સ અનુસાર, અગ્રિમ બુકિંગ છત્તાં બાયજૂસે તેમની બધી જાહેરાતોને રોકવાનો નિર્ણય લીધો છે. તેમણે આ જાહેરાતો રોકી દીધી છે. કિંગ ખાનની સ્પોન્સરશિપ ડીલ્સમાં બાયજૂસ સૌથી મોટી બ્રાંડ હતી. આ ઉપરાંત શાહરૂખ ખાન પાસે હુંડઇ, રિલાયન્સ જીઓ, એલજી, દુબઇ ટુરિઝમ જેવી કંપનીઓની જાહેરાત છે. રીપોર્ટ અનુસાર, બાયજૂસ બ્રાંડને એન્ડોર્સ કરવા માટે કિંગ ખાનને વર્ષના 3-4 કરોડ રૂપિયા ચૂકવે છે. તે વર્ષ 2017થી કંપનીના બ્રાંડ એમ્બેસેડર છે.
આર્યનની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનની ટ્રોલિંગ શરૂ થઇ ગઇ હતી. લોકોએ બ્રાંડ્સને પણ ટારગેટ કરવાનું શરૂ કરી દીધુ હતુ, જેની જાહેરાત શાહરૂખ કરે છે.સોશિયલ મીડિયા પર લોકો BYJU’Sને સવાલ કરી રહ્યા છે કે કંપની શાહરૂખ ખાનને બ્રાંડ એમ્બેસેડર બનાવી શુ સંદેશ આપી રહી છે ? શું અભિનેતા પોતાના દીકરાને આ બધુ શીખવે છે ? એક ટ્વિટર યુઝરે લખ્યુ કે, રેવ પાર્ટી કેવી રીતે કરવી ? બાયજૂસની ઓનલાઇન ક્લાસમાં આ છે નવો સિલેબસ.
ઉલ્લેખનીય છે કે, પોતાના દીકરાને આવી હાલતમાં જોઇ બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન અને પત્ની ગૌરી ખાન ઘણા પરેશાન છે. બંને તેમના દીકરાને જમાનત અપાવવા માટે બધી કોશિશ કરી રહ્યા છે. પરંતુ તેમ છત્તાં આર્યન ખાન હજી જેલમાં છે. તેમને જમાનત મળી નથી.