અભિનેત્રી પ્રિયંકાની પુત્રી માલ્તીની પહેલી તસ્વીર આવી સામે, ચહેરો જોઇને તમે પણ કહેશો ‘અતિ સુંદર’
બોલીવુડ અને હોલીવુડની જાણીતિ અભિનેત્રી પ્રિયંકા ચોપડા 2022માં સરોગેસી દ્વારા માં બની. તેમણે પોતાની પુત્રીનુ નામ માલતી મેરી ચોપડા જોનસ રાખ્યુ. તે વારંવાર પોતાની દીકરી સાથે જોડાયેલી અપડેટ્સ પ્રશંસકોની સાથે શેર કરે છે.
પરંતુ અત્યાર સુધી પ્રિયંકાએ માલ્તીની તસ્વીર શેર કરી નથી. બધા પ્રશંસકો તેની એક ઝલક જોવા માટે આતુર છે. એવામાં હાલમાં અભિનેત્રીએ એક વખત ફરીથી દીકરીની તસ્વીર શેર કરી છે, જેમાં તેનો ચહેરો દેખાઈ રહ્યો છે.
પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામમાં એક તસ્વીર પોસ્ટ કરી છે. આ ફોટાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ફીચર દ્વારા શેર કરવામાં આવી છે. ફોટોમાં પહેલી વખત પ્રિયંકાએ પોતાની પુત્રીનો ચહેરો બતાવ્યો છે.
ફોટામાં માલતીએ ટોપી પહેરી છે
માલતી મેરી ચોપડા જોનસના આ ફોટામાં તેણે ટોપી પહેરી છે. આ ફોટામાં પણ માલતીનો આખો ચહેરો દેખાતો નથી. પરંતુ આ દરમ્યાન તેની એક ઝલક પ્રશંસકોને અવશ્ય જોવા મળી.
શિયાળાની સિઝનમાં માલતીએ ઘણા કપડા પહેર્યા છે અને તેનો નાનો હાથ પણ દેખાઈ રહ્યો છે. ફોટામાં તેનુ નાક અને હોઠ દેખાઈ રહ્યાં છે. આ ફોટાને શેર કરીને અભિનેત્રીએ લખ્યું છે, ‘આઈ મીન…’.