બસ ડ્રાઈવરનો છોકરો છે KGF સ્ટાર યશ, પિતાએ પુત્રના સફળ થયા પછી પણ નથી છોડ્યું કામ
KGFના રોકી ભાઈ અને સુપર સ્ટાર યશ એક ડ્રાઈવરનો છોકરો છે. મૈસુરમાં એક્ટરનો ઉછેર થયો છે. યશના સિનેમામાં નામ કમાવવા અને જાણીતા થવા છતાં તેના પિતાએ એક બસ ડ્રાઈવર તરીકેનું કામ ચાલુ રાખ્યું છે.
ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ 2022માં યશે પોતાના માતાપિતા અંગે વાત કરી હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે શું હવે તેના પિતા KGFના સફળ થયા પછી તે માને છે કે એક સુપર સ્ટાર બની ગયો છે. જેના પર યશે જવાબ આપ્યો હતો કે તેને નથી લાગતું કે તેના માતા પિતા માટેકંઈ પણ બદલાયું હોય.
તેણે કહ્યું, મારા પિતાએ મને કહ્યું હતું ત્યારે મારી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસીસ રામાચારી’ મારી સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ત્યારે પણ તેઓ આ જ કામ કરતા હતા.
તેમનું કહેવું છે કે જો મને એક સફળ એક્ટરના પિતા તરીકે ઓળખવામાં આવે તો તે સમયની વાત છે. થોડા સમય પછી આ બદલાઈ પણ શકે છે. દર શુક્રવારે તમારે પોતાને સાબિત કરવાના હોય છે.
તો તેણે કહ્યું હતું કે- અમને તેનાથી દૂર રાખો. જો તેની આદત લાગી ગઈ તો મુશ્કેલી થઈ શકે છે. મારા માતા પિતા મારી કોઈ ફિલ્મ ઈવેન્ટ્સમાં ભાગ્યે જ આવતા હતા. તેઓ મારા શૂટ પર પણ કોઈ દિવસ આવ્યા નથી. ઘરે મારા મિત્રો મને પહેલાની જેમ જ ટ્રિટ કરે છે. તમારે ઘરે પણ પહેલા જેવું જ રહેવું જરૂરી છે નહીં તો તમે આગળનું વિચારી નથી શકતા.
આ ઈવેન્ટમાં સાઉથની ફિલ્મો અને બોલિવુડ અંગે ઘણી વાતો થઈ. આ દરમિયાન યશને પૂછવામાં આવ્યું કે શું બોલિવુડને તેની જરૂર છે ના કે યશનો બોલિવુડની. આ અંગે યશે જવાબ આપતા કહ્યું કે, તે કોઈ પણ વુડમાં ભરોસો નથી કરતો. હું કહું છું કે અમે એક જ ઈન્ડ્સ્ટ્રી છીએ.
બોલીવુડ નીચે જઈ રહ્યું છે અને સાઉથ હીટ થઈ રહ્યું છે, તેમાં મને કોઈ વિશ્વાસ નથી. અમે અમારા સન્માન માટે રાહ જોઈ છે અને મહેનત કરી છે. આપણે સાથે મળીને કામ કરવું જોઈએ
કોરોના પછી KGF 2 તે ફિલ્મ હતી, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો થિયેટરોમાં પહોંચ્યા હતા. તેવામાં યશને કહેવામાં આવ્યું કે તમે દર્શકોને સિનેમાઘરોમાં લઈને આવ્યા. શું તે વિચાર્યું હતું કે મોટા બજેટની ફિલ્મ જ સિનેમા સુધી દર્શકોને લાવી શકે છે તો જ હું કરીશ.
જવાબમાં યશે કહ્યું કે દર્શકો ઘણા સ્માર્ટ છે. તે પોસ્ટર અને ટ્રેલરને જોઈને સમજી જાય છે કે તેને કરવાનું કારણ શું છે. તેમને કોઈ રીતે દેખાય છે કે આ ફિલ્મ પાછળ કેટલી ટીમ એફર્ટ અને મહેનત છે. સાથે જ તેણે કન્ટેન્ટને કિંગ કહ્યો છે. એક ફિલ્મને હીટ બનાવવા માટે દરેક વધુ પકફેક્ટ હોવી જરૂરી છે.
એક્ટરનું સારો હોય અને સ્ટોરી ખરાબ હશે તો ફિલ્મ નહીં ચાલે. સ્ટોરી સારી હોય અને એક્ટર ખરાબ હોય તો પણ ફિલ્મ નહીં ચાલે. સ્પેશિયલ ઈફેક્ટ્સ સારી છે અને બાકીની વસ્તુ ખરાબ છે તો પણ ફાયદો નહીં થાય માટે તમામ વસ્તુઓમાં મહેનત જરૂરી છે.