Bholenath : ભગવાન ભોળેનાથને પ્રસન્ન કરવા માટે કરો આ પાંચ ઉપાય, તમામ મનોકામના થશે પૂર્ણ

Bholenath : ભગવાન ભોળેનાથને પ્રસન્ન કરવા માટે કરો આ પાંચ ઉપાય, તમામ મનોકામના થશે પૂર્ણ

હિંદુ ધર્મમાં સપ્તાહના તમામ દિવસ અલગ અલગ દેવી દેવતાને સમર્પિત છે. સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે વિધિપૂર્વક અને શ્રદ્ધાભાવથી ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન ભોળેનાથી આશીર્વાદથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરીને ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે.

Bholenath
Bholenath

ભગવાન ભોળેનાથને પ્રસન્ન કરવાના ઉપાય

ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તેમની નિ:સ્વાર્થભાવે પૂજા અને સાચા મનથી ભક્તિ કરો. દરરોજ નિશ્ચિત સમયે શિવલિંગની પૂજા કરો, માળા જાપ અને મંત્ર જાપ કરો.

સોમવાર અથવા મહાશિવરાત્રીના દિવસે વ્રત કરી શકો છો અને શિવજીની વિશેષરૂપે પૂજા કરવી. માનસિક અને શારીરિક શુદ્ધિનું ખાસ ધ્યાન રાખવું.

આ પણ વાંચો : Diwali પર પૂજા કરતાં સમયે ખાસ આ વાતોનું રાખજો ધ્યાન, મા લક્ષ્મી ક્યારેય નહીં ખૂટવા દે પૈસા

શિવપુરાણ અને તેમના ઉપદેશનું અધ્યયન કરો, જેથી તેમના માર્ગદર્શનમાં રહી શકો. ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરો તથા ભોળેનાથની પૂજા કરો. સંતાન મેળવવાની ઈચ્છા છે તો ભગવાન શિવની કૃપા મેળવવા માટે તેમની આરાધના કરો.

Bholenath
Bholenath

દરરોજ “ॐ नमः शिवाय” મંત્રનો જાપ કરીને ભોળેનાથની કૃપા મેળવી શકો છો. દિવસમાં અનેકવાર મંત્રોજાપ કરી શકો છો. ધ્યાન અને યોગથી મન શુદ્ધ કરીને ભગવાન શિવની કૃપા મેળવી શકો છો.

ભગવાન શિવના મંદિરમાં જઈને તેમની પૂજા કરી શકો છો. તેમના ચરણોમાં ફૂલ, ધૂપ, દીવા અને નૈવેદ્ય અર્પણ કરો. ભગવાન શિવની આરતી કરીને ભોળા શંભુને પ્રસન્ન કરી શકો છો.

more article : Bholenathji : શ્રાવણ મહિનામાં દેખાય આ ૫ સંકેત તો સમજી લેવું કે સ્વયં ભોલેનાથનું આગમન તમારા ઘરમાં થઈ ચુક્યું છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *