‘રજવાડી ઠાઠ’માં વરરાજાની ધમાકેદાર એન્ટ્રી: 50 લક્ઝરી કારના કાફલા સાથે હાથી પર સવાર થઈ રાજાની જેમ ગયો પરણવા, ચલણી નોટનાં બંડલ ઊડતાં લોકો જોતા જ રહી ગયા

‘રજવાડી ઠાઠ’માં વરરાજાની ધમાકેદાર એન્ટ્રી: 50 લક્ઝરી કારના કાફલા સાથે હાથી પર સવાર થઈ રાજાની જેમ ગયો પરણવા, ચલણી નોટનાં બંડલ ઊડતાં લોકો જોતા જ રહી ગયા

ભાવનગરમાં પાછળ 50 જેટલી લક્ઝરી કારનો કાફલો અને આગળ ‘રજવાડી ઠાઠ’માં હાથી પર બેસી વરરાજો પરણવા ગયો હતો. એક બાજુ ડીજેના સૂર અને બીજી બાજુ ચલણી નોટનાં બંડલ ઊડ્યાં હતાં. વરરાજાની એન્ટ્રી જોઈ લોકો દંગ થઈ ગયા હતા.

રાજ્યમાં હાલ લગ્નની સિઝન પૂર્ણતાના આરે છે, ત્યારે પ્રસંગોની યાદગીરી માટે લોકો અવનવા પ્રયાસો કરતા હોય છે. કેટલાય પોતાની લગ્નની જાન હેલિકોપ્ટર, મોંઘીદાટ કારો, તેમજ હાથી-ઘોડા પર સવાર થઈ જતા હોય છે. આ વચ્ચે ભાવનગર શહેરમાં વરરાજાની જાન હાથી અને લક્ઝરીસ કારના કાફલા સાથે વાજતેગાજતે કાઢવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થયો હતો.

એક કિલોમીટર લાંબો વરઘોડો

ભાવનગર શહેરમાં રહેતા રમેશભાઈ ભગવાનભાઈ હાવલિયાના પુત્ર કુલદીપ હાથીની અંબાડી ઉપર બેસી લગ્ન કરવા ગયો હતો. હાથી સાથે વરઘોડો જોઇ રજવાડાની યાદ તાજી થઇ હતી. વરરાજા હાથીની અંબાડીમાં અને તેની પાછળ 50 જેટલી લક્ઝ્યુરિયસ કારના કાફલા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. એક કિલોમીટર લાંબા વરઘોડાને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ભરપૂર ડાન્સ સાથે ચલણી નોટો ઊડી

શહેરના રેલવે સ્ટેશન પાસે રહેતા રમેશભાઈ ભગવાનભાઈ હાવલિયાના પુત્ર કુલદીપના લગ્ન બોટાદ જિલ્લાના ગઢડા ખાતે રહેતા યોગેશભાઈ લાલજીભાઈ વાળોદરાની પુત્રી વૈશાલી સાથે 23 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ હતા. હાથીની અંબાડી ઉપર બેસી લગ્ન કરવા વરઘોડો કાઢ્યો હતો, આ યુવાન હાથી પર સવારી કરીને પરણવા પહોંચ્યો હતો જે આકર્ષકનું કેન્દ્ર બન્યો હતો. જાનૈયાએ પણ ભરપૂર ડાન્સ કર્યો હતો તેમજ ચલણી નોટો ઉડાડવામાં આવી હતી.

ગામના લોકો જોવા ઊમટી પડ્યા હતા

વરરાજા હાથીની અંબાડીમાં અને તેની પાછળ 50 જેટલી લક્ઝ્યુરિયસ કારના કાફલા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેમજ વરરાજા હાથી પર સવાર થઈને પરણવા પણ પહોંચ્યો હતો. જેની સાથે જાનૈયાઓ પણ જોડાયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, વરરાજાને હાથી પર સવાર થઈને તેમજ લક્ઝરી કારના કાફલાને જોવા ગામના લોકો ઊમટી પડ્યા હતા.

હાથી પર સવાર થઈને નીકળેલા વરઘોડામાં વરરાજા પર જાનૈયાઓએ પૈસાની બંડલ ઉછાળ્યાં હતાં. આ વરઘોડામાં મહેમાનો, મહાનુભાવો હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.

સુરતમાં પણ અનોખો વરઘોડો જોવા મળ્યો હતો

ભાવનગર ઉપરાંત સુરતમાં લગ્નસરાની આ સિઝનમાં અનોખો વરઘોડો જોવા મળ્યો હતો. આ વરઘોડામાં હમર, ઔડી, BMW, વોલ્વો, પોર્શ, મર્સિડિસ, લેન્ડ ક્રૂઝર, બેન્ટલી અને ડિમ્પ્રી સહિતની 100 જેટલી લક્ઝુરિયસ કાર સામેલ થઈ. આટલી કાર છતાં વરરાજા શણગારેલા ગાડામાં સવાર થયા. વઘાસિયા પરિવારની જાન મોટા વરાછાથી ઉતરાણ જવા નીકળી તો 2 કિમી લાંબો કાફલો જોવા મળ્યો.

સાંજના સમયે આ કારના કાફલા પરથી ભવ્ય આતશબાજી કરવામાં આવી તો શહેરીજનો જોતાં રહી ગયાં. આ જાન ભાજપના પૂર્વ કોર્પોરેટર ભરત મોના (વઘાસિયા )ના બન્ને દીકરાની હતી. સૌરાષ્ટ્રની પરંપરા જાળવી રાખવા પરિવારે વરરાજાને બળદગાડામાં બેસાડ્યા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *