ઇંગ્લેન્ડમાં લાખો રૂપિયાની નોકરી ને ઠોકર મારી ભારત આવીને આ પતિ પત્નીએ શરૂ કરી ખેતી.., એરહોસ્ટેસ પત્ની દોવે છે ભેંસો અને પતિ ખેતરમાં કરે છે કામ….
આજના સમયની વાત કરવામાં આવે તો ઘણા બધા બધા લોકો ખૂબ જ મોંઘી સંપત્તિ અને ખૂબ જ વધારે વૈભવ જીવન શૈલી જીવવાનું પણ ખૂબ વધારે મહત્વ ધરાવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આજના સમયની અંદર એવા કેટલાક લોકો છે કે જેઓ પોતાના જીવનને સરળ અને બધું કુદરતી રીતે નું સાચું મૂલ્ય સમજાય ગયું છે
મિત્રો આ એક કિસ્સો પોરબંદર ની અંદર આવેલા મહેર દંપતિ નો છે. જેઓ તેમની ઉંચી ઉડતી કારકિર્દી ને છોડી ખેતીનો ખૂબ જ સારામાં સાચું જીવન જીવવા માટે ભારત પાછા આવ્યા હતા. ખાસ વાત તો એ છે કે અગાઉ પોરબંદરના બેરણ ગામની અંદર રહેતા આ પતિ પત્ની બંને ઇંગ્લેન્ડ ખૂબ જ સારા એવા હોદ્દા ઉપર હતા.
રામદેવભાઈ વિરમભાઈ ખુટીએ બીએસસી અને ઇન્ટરનેશનલ ટુરિઝમ મેનેજમેન્ટ ની અંદર કામ કર્યું હતું અને જ્યારે તેમના પત્ની ભારતીબેન બ્રિટિશની સાથે એરહોસ્ટેસ નો કોર્સ કર્યો હતો અને તેમના પુત્ર ઓમના જન્મ પછી તેઓ વાસ્તવિક જીવનશૈલી ને છોડીને તેઓ પોતાના મૂળ વતન ગામડે પાછા ફરવાનું તેઓએ નક્કી કર્યું હતું.
મિત્રો અત્યારના સમયની અંદર ગામની અંદર સ્થાયી બનેલા મહેર દંપતિ પોતાની ગાયો અને ભેંસોના શુદ્ધ દૂધ દહીં છાશ અને તેમજ ઘી અને તાજા તાજા ફળ ફૂલ તેમજ શાકભાજીનું સેવન કરીને તંદુરસ્ત જીવન શૈલી જીવવા માટે ધ્યાન આપી રહ્યા છે. અને તેઓ પશુપાલનની સાથે સાથે ખેતી પણ કરે છે અને ઘોડે સવારી અને ભેંસનું દૂધ દોહવા સહિતનો તમામ પ્રકારનું કામ પોતે જાતે સંભાળે છે.
કુદરતી વાતાવરણની અંદર રહેવું અને પૌષ્ટિક ખોરાક આવો એ વિદેશની સ્ટ્રેસફુલ લાઇફ અને જંગફુડ કરતાં પણ ખૂબ જ વધારે સારી લાઈફ છે. ખાસ વાત તો એ છે કે મહેર દંપતીનો ભારત પાછા આવવાનો અને તેમના ગામની અંદર સારામાં સારું જીવન જીવવાનો નિર્ણય આજના સમયની અંદર સમાજના ઘણા લોકોને ગમતો નહીં હોય પરંતુ વિદેશની અંદર સ્થાયી થવું છે મોટાભાગે અંતિમ ધ્યેય માનવામાં આવે છે