મેક્સિકન યુગલે ભરૂચમાં આવીને કર્યા હિન્દૂ રીતિરિવાજો અનુસાર લગ્ન ! કહ્યું ‘I LOVE હિન્દૂ ક્લચર…જુઓ આ અનોખા લગ્નની તસવીરો..

મેક્સિકન યુગલે ભરૂચમાં આવીને કર્યા હિન્દૂ રીતિરિવાજો અનુસાર લગ્ન ! કહ્યું ‘I LOVE હિન્દૂ ક્લચર…જુઓ આ અનોખા લગ્નની તસવીરો..

ખરેખર ગુજરાતની ધરા છે જ અનોખી કારણ કે આ સ્વયં જ્યારે ભગવાન પણ આ ધરામાં વિવાહ કરતા હોય એ ઘરા તો કેટલી પાવન હોય. હાલમાં આપણે જાણીએ છે કે અનેક ગુજરાતી યુવાનો વિદેશી યુવતીઓ સાથે લગ્નના બંધને બંધાય રહ્યા છે, ત્યારે હાલમાં જ મેક્સિન યુગલે ગુજરાતમાં લીલા તોરણે હિન્દૂ રિવાજથી લગ્નના બંધને બંધાયુ. આ યુગલે શા માટે ગુજરાતમાં લગ્ન કર્યા તે જણાવીએ.

આ અનોખા લગ્ન ભરૂચમાં યોજાયા હતા. મેક્સિકન યુગલ વૈદિક મંત્રોચ્ચારો, અગ્નિની સાક્ષી, સપ્તપદીના ફેરા અને ભરૂચના સિદ્ધિ વિનાયકના આશિષ વચ્ચે હિન્દૂ શસ્ત્રોક્ત મુજબ પેડ્રો અને એરિકા જીવન સાથી બન્યા હતા. આ લગ્ન જોઈને કોઈપણ એમ ન કહે કે આ વિદેશીઓ લગ્ન હતા.

હિન્દુ સંસ્કૃતિના કારણે મેક્સિકન પેડ્રો અને એરિકાએ 15 હજાર કિલોમીટરનું અંતર કાપી ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિરે હિન્દૂ વિધિથી પ્રભુતામા પગલાં પાડ્યા છે. રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદાનગરી , ડીસ્ટ્રીકટ 3060 રોટરી ઇન્ટરનેશનલના ટ્રેન્ડશીપ એકસચેન્જ પ્રોગ્રામ અંતર્ગત મેકિસકોના 11 રોટેરીયનો આપણા ગુજરાતની રોટરી કલબોની મુલાકાતે આવ્યા હતા.

મેક્સિકનોએ 7 માર્ચે સ્ટેચ્યું ઓફ યુનીટીના પ્રવાસ બાદ રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદાનગરીની મુલાકાત લઈ મહેમાનગતી માણી હતી. મેકિસકોની ટીમમાં એરીકા અને પેડ્રો કે જેઓ જુના મિત્ર હતા તેઓએ હિંન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરવા ઇચ્છા વ્યકત કરી હતી. ધુળેટીના શુભ અવસરે આખરે

નર્મદાનગરીના પ્રમુખ ધૃવ રાજાએ તેઓની ઇચ્છાને વાચા આપી મેક્સિકનના હિન્દૂ લગ્નનું આયોજન કર્યું હતું. બઘા જ મેમ્બરોએ આનંદ ઉલ્લાસથી આ લગ્નમાં ઉજવણી કરી હતી. ગુરુવારે આ મેક્સિકન યુગલના લગ્નનું આયોજન મકતમપુર સિદ્ધિ વિનાયક મંદિરે કરાયું હતું.

જયાં તેઓના લગ્ન સંપૂર્ણ હિન્દુ ઘર્મ પ્રમાણે સંપન્ન થયા હતા. નવ દંપતીએ ગણપતી બાપાની આરતી પણ ઉતારી હતી. નવ યુગલે આ લગ્ન કર્યા બાદ કહ્યું હતું કે ભારતના લોકો એકદમ પ્રેમાળ છે.

અહીં લગ્ન કરતા પહેલા હું નર્વસ હતો. પરંતુ, હાલ હું ખૂબજ આનંદિત છું. તો એરિકાએ પોતાના લગ્ન અંગે ખુશી વ્યકત કરી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *