Bhanwal Mata : આ પ્રાચીન મંદિરમાં ફૂલની જગ્યાએ ચઢાવવામાં આવે છે દારૂનો ગ્લાસ, જાણો કેમ

Bhanwal Mata : આ પ્રાચીન મંદિરમાં ફૂલની જગ્યાએ ચઢાવવામાં આવે છે દારૂનો ગ્લાસ, જાણો કેમ

ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મની ચર્ચા માત્ર એક રાજ્ય કે શહેરમાં જ નહીં, પરંતુ આખી દુનિયામાં થાય છે. કન્યાકુમારીથી લઈને જમ્મૂ કશ્મીર અને અરૂણાચલ પ્રદેશથી લઈને ગુજરાત સુધી એવાં ઘણાં પ્રાચીન અને પવિત્ર મંદિર છે, જેમના વિશે આપણને દરરોજ અલગ-અલગ સાંભળવા મળે છે.

રાજસ્થાનમાં પણ એક એવું મંદિર છે, જેની કહાની આજકાલ બહુ ચર્ચામાં છે. આ પ્રાચીન મંદિર અંગે કહેવાય છે કે, અહીં ફૂલ અને ચૂંદડી દિવાય અઢી ગ્લાસ દારૂ પણ ચઢાવવામાં આવે છે.

Bhanwal Mata
Bhanwal Mata

માં ભંવાલ કાલી માતાનું મંદિર

જી હા, આપણે જે મંદિર અંગે વાત કરી રહ્યા છીએ એ પ્રાચીન મંદિરનું નામ છે ‘માં ભંવાલ કાલી માતાનું મંદિર’. આ પ્રાચીન અને પવિત્ર મંદિર રાજસ્થાનના નાગૌર જિલ્લામાં આવેલ છે.

આ પણ વાંચો : Digital Population Clock : દેશ-દુનિયાની વસ્તીનો આંકડો બતાવતી ખાસ ઘડિયાળ મૂકાઈ ગુજરાતના આ શહેરમાં

સ્થાનિક લોકો વચ્ચે આ મંદિર ખૂબજ પવિત્ર અને લોકપ્રિય છે. નવરાત્રિના દિવસોમાં અહીં હંમેશાં ભક્તિની ભીડ હોય છે. નવરાત્રિમાં આ જગ્યાએ શહેરમાંથી પણ ભક્તો ભંવાલી માતાના દર્શન માટે પહોંચે છે.

માં Bhanwal Mataના મંદિરનો ઈતિહાસ

Bhanwal Mata
Bhanwal Mata

માં ભંવાલ કાલી માતાના મંદિરનો ઈતિહાસ ખૂબજ રસપ્રદ છે. જી હા, આ મંદિર અંગે કહેવાય છે કે, આ મંદિરનું નિર્માણ કોઈ ભગવાન કે રાજાએ નહીં પરંતુ ડાકુઓએ કરાવ્યું હતું. સ્થાનિક લોકો અને મંદિરના શિલાલેખથી એમ જાણવા મળ્યું છે કે, આ મંદિરનું નિર્માણ લગભગ સન 1380 આસપાસ કરવામાં આવ્યું હતું.

મંદિરમાં દેવી-દેવતાઓની સુંદર પ્રતિમા સાથે સુંદર કારિગરી કરવામાં આવી છે. કહેવાય છે કે, મંદિરની નીચેની તરફ ડાકુઓ માટે એક ગુપ્ત રૂમ પણ બનાવવામાં આવ્યો હતો.

કેમ ચઢાવવામાં આવે છે અઢી ગ્લાસ દારૂ

Bhanwal Mata
Bhanwal Mata

આ મંદિરમાં દારૂ ચઢાવવાની પ્રથા આજકાલની નથી પરંતુ પ્રાચીન કાળથી જ છે. કહેવાય છે કે, મંદિરમાં દારૂ કોઈ નશા કે અપમાન રૂપે નહીં, પરંતુ પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે. લોકોનું માનવું છે કે, કાળી માતા અઢી ગ્લાસ દારૂ ગ્રહણ કરે છે.

માન્યતા છે કે, ચાંદીના ગ્લાસમાં દારૂ ભરીને દેવીને પ્રસાદ ગ્રહણ કરવા આગ્રહ કરવામાં આવે છે. માન્યતા છે કે, દારૂ ચઢાવતાં જ ગાયબ થઈ જાય છે. આ પ્રથા લગભગ દિવસમાં ત્રણવાર કરવામાં આવે છે.

કહેવાય છે કે, જે પણ ભક્ત દિવસમાં ત્રણ વાર આ મંદિરમાં અઢી ગ્લાસ દારૂ ચઢાવે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

માં ભંવાલ મંદિરની પૌરાણિક કથા

Bhanwal Mata
Bhanwal Mata

માં ભંવાલ કાલી માતાના મંદિરની પૌરાણિક કથા પણ બહુ રસપ્રદ છે. ઘણા લોકોનું માનવું છે કે, અહીં પ્રાચીન કાળમાં એક ઝાડ નીચેથી દેવી સ્વયં પ્રકટ થયા હતા, ત્યારબાદ ડાકુઓએ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

more article  : Temple of Mahadev : રાજકોટથી નજીક આવેલું છે વર્ષ જૂનું મહાદેવનું મંદિર, અહીં જીવંત કાચબા કરે છે મહાદેવનું સંરક્ષણ….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *