ભમ્મરઘોડા ગામમાં આવેલું છે માં મેલડીનું ચમત્કારિક મંદિર કે જ્યાં મેલડીમાં ના દર્શન કરવાથી જ દરેક દુઃખ દૂર ભાગે છે.
દેશમાં દેવી દેવતાના અનેક મંદિર આવેલા છે જેમાં અમુક મંદિર તેના ચમત્કારના કારણે ખુબજ જાણીતા થયા છે જેમાં આજે અમે તમને એક એવા જ મંદિર વિષે વાત કરવાના છીએ.જે મંદિર સાવલી તાલુકાના ભમ્મરઘોડા ગામે જ્યાં મેલડી માતાજીનું મંદિર આવેલું છે.
તે મંદિરમાં રવિવારના રોજ હજારોમાં ભક્તો મેલડી માટેના દર્શન કરવામાં માટે આવતા હોય છે.તે મંદિરમાં એક લાઈવ ધૂની પણ જોવા મળે છે ત્યાં દરેક ભક્તો અગરબત્તી લગાવતા હોય છે અને ત્યાં શ્રીફ્ળનું હવન કરવું હોય તો પણ તે જગ્યાએ કરી શકાય છે.
દરેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મેલડી માતાની માનતા રાખતા હોય છે અને તેમની જયારે પણ મનોકામના પૂર્ણ થાય ત્યારે તેમની માનતા પુરી કરવા માટે મેલડી માતાના મંદિરે આવતા હોય છે.
જે મેલડી માતાનું મંદિર ખુબજ વિશાળ જગ્યામાં આવેલું છે તે મંદિરે રવિવારના દિવસે મેળા જેવો માહોલ જોવા મળે છે તે મંદિરમાં ભક્તો દ્વારા શ્રીફળના તોરણ પણ ચડવામાં આવે છે જેથી મંદિર પરિસરમાં ખુબજ મોટી સંખ્યામાં શ્રીફળનો ઢગલો જોવા મળે છે.
લોકોની માન્યતા મુજબ સાચા મનથી મેલડી માતાજીની પ્રાથના કરવાથી ગમે તેવું અટકેલું કામ પૂર્ણ થઈ જાય છે.અમુક ભક્તો પોતાના સંતાન માટે પણ માનતા રાખતા હોય છે અને તેમની પણ ઈચ્છા પુરી થતી હોય છે.
આ મંદિરના બહારના ભાગમાં સારી એવી દુકાનો આવેલી છે જેથી કરીને એક નાનું બજાર હોય તેવું લાગે છે.દરેક ભક્તો પોતાની શ્રદ્ધાથી માતાજીનું પૂજા અર્ચના કરતા હોય છે અને માતાજી દરેક ભક્તની ઈચ્છા જરૂર પૂર્ણ કરે છે.