ભગવાન શિવને પ્રિય છે ભસ્મ, જાણો ભસ્મ લગાવવા સાથે જોડાયેલી કથા…
ભગવાન શિવ હમેંશા પોતાના શરીર પર ભસ્મ લગાવી રાખતા હતા. પરંતુ શું તમને ખબર છે કે આખરે શામાટે શિવજી પોતાના શરીર પર ભસ્મ લગાવે છે અને આ ભસ્મ કઈ ચીજનું પ્રતિક છે. આપણા પુરાણોમાં શિવજીનાં ભસ્મ લગાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે શામાટે શિવજી પોતાના તન પર દરેક સમયે ભસ્મ લગાવી રાખતા હતા.
આખરે શામાટે શિવજીને પ્રિય છે ભસ્મ- ભસ્મથી જોડાયેલી કથા
ભગવાન શિવના જીવન સાથે જોડાયેલી એક કથા અનુસાર એમના વિવાહ સતી મા સાથે થયા હતા. પરંતુ સતી મા નાં પિતા દક્ષ જે એક રાજા હતા તેમને શિવ પસંદ નહોતા અને તે પોતાની પુત્રીનાં વિવાહ શિવજી સાથે કોઈપણ સંજોગોમાં નહોતા કરાવવા ઈચ્છતા. પરંતુ તેમને પોતાની દિકરી સતીની જીદ સામે નમવું પડ્યું અને તેઓએ શિવ સાથે સતીનાં વિવાહ કરાવી દીધા.
વિવાહ કરાવ્યાનાં થોડા સમય બાદ દક્ષ એ પોતાને ત્યાં એક યજ્ઞનું આયોજન કર્યું. પરંતુ આ યજ્ઞમાં તેઓએ ભગવાન શિવને આંમત્રિત ન કર્યા. પિતા તરફથી આમંત્રણ ન આવવા પર સતી એ વિચાર્યુ કે કદાચ તે આમંત્રણ આપવાનું ભૂલી ગયા હશે. સતી એ શિવજીને કહ્યું કે તે પોતાના પિતાને ત્યાં થઈ રહેલા યજ્ઞમાં જશે. શિવજી એ સતીને યજ્ઞમાં ન જવાની સલાહ આપી. પરંતુ સતી ન માન્યા અને તે પોતાના પિતાને ત્યાં થઈ રહેલા યજ્ઞમાં ચાલ્યા ગયા. પરંતુ જ્યારે સતી ત્યાં પહોંચ્યા તો એમને જાણ્યું કે તેમના પિતા શિવજીનું ખૂબ અપમાન કરી રહ્યા છે. પોતાના પિતા તરફથી કરવામાં આવેલા શિવજીનું અપમાન સતીથી સહન ન થયુ અને તે યજ્ઞની અગ્નિમાં જઇ બેઠા. ત્યાં જ શિવજીને આ બધી ખબર પડતી તો તે તુરંત ત્યાં ગયા અને એમને દક્ષને દંડ આપ્યો અને સતીનાં બળેલા શરીરને પોતાની સાથે લઈ આવ્યા.
શિવજી ક્રોધિત થઈ સતીનાં શરીરને લઈ બ્રહ્માંડમાં ફરતા રહ્યા. શિવજીનાં આ ક્રોધને જોઈ દેવી દેવતા ચિંતિત થઈ ગયા અને તેમને સૃષ્ટિ જોખમમાં નજર આવી. ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ એ દેવી સતીનાં શરીરને અડીને ભસ્મમાં ફેરવી દીધું. જેના કારણે શિવજીનાં હાથમાં ફક્ત ભસ્મ રહી ગઈ. ત્યારબાદ આ ભસ્મને શિવજી એ પોતાના શરીર પર લગાવી લીધી. જોકે પુરાણોમાં સતીનું શરીર ભસ્મ થવા સિવાય આ વાતનું પણ વિવરણ મળે છે કે સતીનાં શરીરને વિષ્ણુજી એ છિન્ન ભિન્ન કરી દીધુ અને તેમના અંગ ધરતીનાં ઘણા ભાગમાં પડી ગયા જ્યાં પર શક્તિપીઠોની સ્થાપના થઈ.
ભસ્મ લગાડવાથી જોડાયેલી અન્ય માન્યતા
માન્યતા અનુસાર ભગવાન શિવ કૈલાશ પર્વત પર રહે છે અને ત્યાંની ઠંડીથી બચવા માટે તે પોતાના શરીર પર ભસ્મ લગાવતા હતા. જ્યારે કે એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન શિવ ભસ્મ દ્વારા મનુષ્યોને જણાવે છે કે જીવનનાં અંતમાં બધા રાખ જ બની જાય અને જીવનનું કોઈ કણ શેષ નથી રહેતુ.
શામાટે લગાવે છે ભોળાનાથ શરીર પર ભસ્મ, કેવી રીતે બને છે ભસ્માર્તીની ભસ્મ
ભગવાન ભોળાનાથને વિચિત્ર સામગ્રી જ પ્રિય છે. ચાહે તે ઝેરી ધતૂરો હોઈ, કે નશીલી ભાંગ. આ જ રીતે તે પોતાના તન પર ભસ્મ લગાડ્યે રહેતા હતા. પરંતુ તેના પાછળ રહસ્ય શું છે ખૂબ ઓછા લોકો જાણે છે.
ભગવાન શિવ એ પોતાના તન પર જે ભસ્મ લગાડી છે તે તેમના પત્ની સતીની ચિતાની ભસ્મ હતી જે પોતાના પિતા દ્વારા ભગવાન શિવના અપમાનથી આહત થઈ તે ત્યાં થઈ રહેલા હનવકુંડમાં કૂદી ગયા હતા. ભગવાન શિવને જ્યારે આ વાતની ખબર પડી તો તે ખૂબ બેચેન થઈ ગયા. સળગતા કુંડમાંથી સતીનાં શરીરને કાઢીને વિલાપ કરતા બ્રહ્માંડમાં ફરતા રહ્યા. તેમના ક્રોધ અને બેચેનીથી સૃષ્ટિ જોખમમાં પડી ગઈ.
જ્યારે ભસ્માસુરને મળ્યું શિવનું વરદાન
જ્યાં જ્યાં સતીનાં અંગ પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ ગઈ. પછી પણ શિવનો સંતાપ ચાલુ રહ્યો. ત્યારે શ્રી હરીએ સતીનાં શરીરને ભસ્મમાં પરિવર્તિત કરી દીધી. શિવ એ વિરહની અગ્નિમાં ભસ્મને જ એમની અંતિમ નિશાન તરીકે તન પર લગાવી લીધી. પહેલા ભગવાન શ્રી હરિ એ દેવી સતીનાં શરીરને છિન્ન ભિન્ન કરી દીધું હતું. જ્યાં જ્યાં તેમના અંગ પડ્યા ત્યાં જ શક્તિપીઠોની સ્થાપના થઈ. પરંતુ પુરાણોમાં ભસ્મનું વિવરણ પણ મળે છે.
ભગવાન શિવનાં તન પર ભસ્મ રમાવાનું એક રહસ્ય આ પણ છે કે રાખ વિરક્તિનું પ્રતિક છે. ભગવાન શિવ કેમકે ખૂબ જ લૌકિક દેવ લાગે છે. કથાઓના માધ્યમથી એમની રહેણી-કરણી એક સાધારણ સન્યાસી જેવી લાગે છે. એક એવા ઋષી જેવું જે ગૃહસ્થીનું પાલન કરતા મોહમાયાથી વિરક્ત રહે છે અને સંદેશ આપે છે કે અંતકાળ બધુ રાખ થઈ જવાનું છે.
એક શિવ મંદિર જ્યાં ચડે છે સાવરણી, જાણો રહસ્ય
એક રહસ્ય એ પણ હોઈ શકે છે કારણ કે ભગવાન શિવજીને વિનાશક પણ માનવામાં આવે છે. બ્રહ્મા જ્યાં સૃષ્ટિનું નિર્માણ કરે છે તો વિષ્ણુ પાલનપોષણ પરંતુ જ્યારે સૃષ્ટિમાં નકારાત્મકતા વધી જાય છે તો ભગવાન શિવ વિધ્વંશ કરી નાખે છે. વિધ્વંસ એટલે કે સમાપ્તિ અને ભસ્મ આ જ અંત આ જ વિધ્વંશનું પ્રતિક પણ છે. શિવ હમેંશા યાદ અપાવતા રહે છે કે પાપનાં રસ્તા પર ચાલવાનું છોડી દો નહિતર અંતમાં બધુ રાખ જ થશે.
મહાકાલની ભસ્માર્તી
ઉજ્જેન સ્થિત મહાકાલેશ્વરની ભસ્માર્તી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. એવી માન્યતા છે કે વર્ષો પહેલા સ્મશાન ભસ્મથી ભૂતભાવન ભગવાન મહાકાલની આરતી થતી હતી પરંતુ હવે આ પરંપરા ખતમ થઈ ચૂકી છે અને હવે કંડાની ભસ્મથી આરતી-શ્રુંગાર કરવામાં આવી રહ્યા છે. વર્તમાનમાં મહાકાલની ભસ્મ આરતીમાં કપિલા ગાયનાં છાણથી બનેલા અૌષધિયુક્ત છાણામાં શમી, પીપળો, પલાશ, વડ,અમલતાસ અને બોરનાં લાકડા સળગાવીને બનાવેલી ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે.
સળગતા કંડમાં જડીબૂટી અને કપૂર ગુગળની માત્રા એટલી નાખવામાં આવે છે કે આ ભસ્મ ન ફક્ત સ્વાસ્થયની દ્રષ્ટિથી ઉપયોગી હોઈ છે પરંતુ સ્વાદમાં પણ લાજવાબ થઇ જાય છે. શ્રૌત, સ્માર્ય અને લૌકિક એવા ત્રણ પ્રકારની ભસ્મ કહેવામાં આવે છે. શ્રુતીની વિધિથી યજ્ઞ કરેલો હોઈ તે ભસ્મ શ્રોત છે, સ્મૃતિની વિધિથી યજ્ઞ કર્યો હોઈ તે સ્માર્ય ભસ્મ છે તથા કંડાને બાળીને ભસ્મ તૈયાર કરી હોઈ તે લૌકિક ભસ્મ છે.
શું તમને ખબર છે એ જગ્યા, જ્યાં કામદેવને કર્યા હતા ભસ્મ
શિવના શરીર પર ભસ્મ લગાડવાનો દાર્શનિક અર્થ એ જ છે કે આ શરીર જેના પર આપણે ઘમંડ કરીએ છીએ, જેની સુવિધા અને રક્ષા માટે ન જાણે શું શું કરીએ છીએ એક દિવસ આ જ ભસ્મ સમાન થઈ જશે. શરીર ક્ષણભંગુર છે અને આત્મા અનંત.
ઘણા સન્યાસી અને નાગા સાધુ આખા શરીર પર ભસ્મ લગાવે છે. આ ભસ્મ તેમના શરીરની જીવાણૂઓથી તો રક્ષા કરે જ છે તેમજ બધા રોમ કૂંપોને ઢાંકીને ઠંડી અને ગરમીથી પણ રાહત અપાવે છે.
રોમ છિદ્રો ઢંકાઈ જવાથી શરીરની ગરમી બહાર નથી નિકળી શકતી તેનાથી ઠંડીનો અહેસાસ નથી થતો અને ગરમીમાં શરીરની નમી બહાર નથી થતી. તેનાથી ગરમીથી રક્ષા થાય છે. મચ્છર, માંકડ વગેરા જીવ પણ ભસ્મ લાગેલા શરીરથી દૂર રહે છે.