ભગવાન શંકર : મહાકાલના મંગળ વિવાહની તૈયારીઓ શરૂ, આ તારીખથી ભગવાન શંકર ભક્તોને 9 સ્વરૂપોમાં આપશે દર્શન
ભગવાન શંકર : ઉજ્જૈનમાં 20 ફેબ્રુઆરીથી શિવ નવરાત્રી શરૂ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન મહાકાલના કેટલાક અલગ-અલગ શૃંગાર કરવામાં આવશે. શૃંગાર માટે જરૂરી સામગ્રી દૂર-દૂરથી મંગાવવામાં આવશે.
- 1 માર્ચના રોજ મહાકાલને વરનાં રૂપમાં શૃંગાર કરવામાં આવશે
- વર્ષમાં એક વાર થાય છે ભસ્મ આરતી
- મહાકાલ તેમના ભક્તોને અલગ-અલગ રૂપમાં દર્શન પણ આપશે
ભગવાન શંકર : ઉજ્જૈનમાં 20 ફેબ્રુઆરીથી શિવ નવરાત્રી શરૂ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન મહાકાલના કેટલાક અલગ-અલગ શૃંગાર કરવામાં આવશે. શૃંગાર માટે જરૂરી સામગ્રી દૂર-દૂરથી મંગાવવામાં આવશે. હાલ ઉજ્જૈનમાં શિવ નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવ નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો : Viral video : પુણેમાં આવ્યું મચ્છરોનું વાવાઝોડું,શહેરના ચોંકાવનારા વીડિયો આવ્યા સામે….
નવ દિવસમાં થશે નવ શૃંગાર
- વસ્ત્ર ધારણ
- શેષનાથ
- ઘટાટોપ
- છબીના
- હોલ્કર
- મનમહેશ
- ઉમા મહેશ
- શિવ તાંડવ
- નિરાકાર
વરનાં રૂપમાં શૃંગાર
શિવ નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે 1 માર્ચના રોજ મહાકાલને વરનાં રૂપમાં શૃંગાર કરવામાં આવશે. તેમના સેહરાને ફળથી સજાવવામાં આવશે. તેમને સોનાના આભૂષણ પણ પહેરાવવામાં આવશે. બપોરે ભસ્મ આરતી થશે.
મહિલાઓ
જ્યારે મહાકાલ મંદિરમાં કોઈ ઉત્સવ હોય ત્યારે મહિલાઓ તેમા ભાગ લે છે. શિવ નવરાત્રીનાં સમયે મહિલાઓ મંગળ ગીતો ગાય છે. મહાકાલ તેમના ભક્તોને અલગ-અલગ રૂપમાં દર્શન પણ આપશે.
વર્ષમાં એક વાર થાય છે ભસ્મ આરતી
મહાશિવરાત્રિનાં આગલા દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનાં લગ્ન કરાવવામાં આવે છે. આ દિવસે બપોરે ભસ્મ આરતી કરવામાં આવે છે. આ આરતી વર્ષમાં એક જ વાર કરવામાં આવે છે. આ આરતી બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી ચાલશે. એવી માન્યતા છે કે આ ભસ્મ આરતી બાદ બાબા મહાકાલ સાકાર રૂપમાંથી નિરાકાર રૂપ ધારણ કરે છે.
આ પણ વાંચો : વાસ્તુ શાસ્ત્ર : ભૂલથી પણ ઘરની છત પર આવો સામાન ન રાખતા, નહીં તો માતા લક્ષ્મી થઇ જશે નારાજ
ભક્તોની ભીડ
આ દિવસે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. જ્યારે મહાકાલનાં સેહરાને ઉતારવામાં આવે છે ત્યારે ભક્તો તે સેહરાનાં ફળ, ફૂલ અને અનાજ લેવા માટે પહોંચી જાય છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ અનાજ ઘરમાં રાખો છો તો તેનાથી માતા અન્નપૂર્ણાની કૃપા તમારા પર બની રહે છે. લોકો ફળને પ્રસાદનાં રૂપમાં લઈ જાય છે.
MORE ARTICLE : Multibagger Stock : એક વર્ષમાં 1400 થી 6500 પાર પહોંચ્યો સ્ટોક,પૈસા લગાવનારને જલસો, 366% મળ્યું રિટર્ન…