આ છે દેશનો સૌથી મોટો પરિવાર, એક સાથે એક જ ઘરમાં રહે છે 185 લોકો…!, ચૂલા ઉપર બને છે 75 કિલો લોટ ની રોટલીઓ…, ફોટાઓ જોઈને અક્કલ કામ નહીં કરે…
મિત્રો આજના સમયમાં સંયુક્ત કુટુંબની ભાવનાઓ અને સંસ્કૃતિ લુપ્ત થતી જઈ રહી છે. મિત્રો આજે આપણે દેશના સૌથી મોટા પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો આ મિઝોરમની અંદર આવેલા જિઓ ના ચનાના પરિવારમાં 181 સભ્યોની વાત સાંભળીને ભલભલા લોકોના ટાંટીયા ધ્રુજી ગયા છે. તેમજ આ જીયો ના ચના નો પરિવાર દેશનો મોટો પરિવાર માનવામાં આવે છે. પરંતુ અજમેર ની અંદર પણ એક પરિવાર છે જેની અંદર કુલ 185 જેટલા સભ્યો રહે છે
મિત્રો આજે આ પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, આ પરિવાર નરસિંહરા બાદ સબ ડિવિઝન ની અંદર આવેલા રામસર ગામની અંદર રહે છે. ખૂબ જ મોટી વાત તો એ છે કે આજે પણ, 185 પરિવારનો સંયુક્ત પરિવાર હસતા ઘેલતા ખૂબ જ ખુશ રહે છે. આ પરિવારની અંદર કુલ 185 સભ્યો છે અને ખૂબ જ હસી ખુશીથી એક જ ઘરની અંદર રહે છે. જે પણ 185 સભ્યોનો પરિવાર ના તમામ નિર્ણયો હેડમેન ભવરલાલ માલી લે છે.
મિત્રો આજના સમયમાં પણ પરિવારના સભ્યો માટે ૭૫ કિલો લોટ ની રોટલી ઓ બનાવવામાં આવે છે. જે લગભગ 10 જેટલા ચૂલાઓ ઉપર બનાવવામાં આવે છે. રામસર ગામની અંદર આવેલા માલી પરિવારના ભાગચદ માલ્ય જણાવ્યું હતું કે તેમના દાદા સુલતાન માલી હતા. અને તેમનો આ પરિવાર છે તે દેશનો સૌથી મોટો પરિવાર છે. તેવું માનવામાં આવે છે. સુલતાન માલીને છ પુત્રો હતા.
જેમાંથી તેમના પિતા ભવર લાલ સૌથી મોટા હતા. આ ઉપરાંત તેના બીજા નાના ભાઈઓ રામચંદ્ર, મોહન અને છગન તેમજ બળની ચંદ અને છોટુભાઈ હતા. શરૂઆતમાં જ તેમના દાદા સુલતાન માલી એ દરેક લોકોને એકસાથે રાખ્યા હતા અને હંમેશા એક રહેવાનું સાથે શીખવ્યું હતું. જેના કારણે તેમના પરિવાર હજુ પણ તેમની સાથે જ રહે છે.
દેશના મોટા પરિવાર વિશે વાત કરવામાં આવે તો, ભાગચંદ માલી એ જણાવ્યું હતું કે તેમના પરિવારની અંદર 55 પુરુષો તેમજ 55 મહિલાઓ અને ૭૫ જેટલા બાળકો છે. મિત્રો આ પરિવારને અત્યારે દેશનો સૌથી મોટો પરિવાર માનવામાં આવે છે. પરિવારની અંદર 125 થી પણ વધારે મતદારો છે અને જ્યારે સરપંચની ચૂંટણી હોય ત્યારે અન્ય કોઈ ચૂંટણી હોય ત્યારે તમામ લોકોને અને તેમના પરિવારનો ખાસ ધ્યાન રાખવામાં આવે છે
ભાગચંદ માલી એ જણાવ્યું હતું કે, પહેલા તો તેમનો પરિવાર રાખો ખેતી ઉપર જ નિર્ભર રહેતો હતો અને ત્યાર પછી ધીરે ધીરે તેનો પરિવાર વધતો ગયો હતો અને ધીમે ધીમે આવકના સાધનો પણ વધાર્યા હતા. હવે તેમનો પરિવાર ખેતી ડેરી અને મકાન સામગ્રીનું પણ કામકાજ કરતો થયો છે અને આજના સમયમાં તેનો પરિવાર સરખી રીતે તેમનું ભરણપોષણ પણ કરતો થયો છે.
પરિવારના મોભી એવા ભવરલાલ માલીએ જણાવ્યું હતું કે, મજા અત્યારે સંયુક્ત કુટુંબમાં જ આવે છે અને તે ક્યારે પણ હવે અલગ થવા માંગતા નથી. મિત્રો આજે પણ આ કુટુંબ સંયુક્ત કુટુંબની ભાવના માને છે. પરિવારનું કહેવું છે કે, આજના સમયમાં પણ સંયુક્ત કુટુંબમાં દરેક લોકોએ પાછા ફરી જવું જોઈએ. અલગ અલગ ફેમિલી ના કારણે ગુનાખોરી પણ ઘણી બધી વધી રહી છે, સંસ્કૃતિનો પણ અત્યારે અભાવ જોવા મળી રહ્યો છે. મોટા પરિવારમાં રહેવાથી ઘણા બધા નિર્ણયો અઘરા પણ લેવા પડે છે
મિત્રો આજે વાત કરવામાં આવે તો સામાન્ય માણસને સંયુક્ત પરિવારમાં રહેવાથી, આની મોટી બાબતોને લઈને નજર અંદાજ કરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. તેમણે કુટુંબની અંદર રહેવાના ઘણા બધા ફાયદાઓ પણ કરવામાં આવ્યા છે અને કહ્યું હતું કે સંયુક્ત કુટુંબમાં કોઈપણ બીજા લોકો ઉપર બોજ પડતો કોઈ નથી. જ્યારે અલગ અલગ રહેતા પરિવારની એ લોકોની ઉપર ઘણી વખત આર્થિક રીતે ખૂબ જ વધારે બોજ પડે છે. સાથે સંયુક્ત પરિવારની અંદર રહેવાથી આર્થિક રીતે ખૂબ જ વધારે મજબૂત રહે છે.