Dhanteras પર બની રહ્યો છે અત્યંત શુભ યોગ, આ સમયે શુભ ખરીદી કરવાથી સોના-ચાંદીથી છલકાશે તિજોરી

Dhanteras પર બની રહ્યો છે અત્યંત શુભ યોગ, આ સમયે શુભ ખરીદી કરવાથી સોના-ચાંદીથી છલકાશે તિજોરી

હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. દિવાળીના તહેવારની શરૂઆત Dhanteras થી થાય છે અને આ દિવસે પણ દરેક ઘરમાં રોનક જોવા મળે છે. ખાસ કરીને જો કોઈ નવા કામની શરૂઆત કરવી હોય કે નવી વસ્તુ ખરીદવી હોય તો ધનતેરસને વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે.

આ દિવસે સોના ચાંદીની ખરીદી પણ મોટા પ્રમાણમાં થાય છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરે ઉજવાશે. સાથે જ આ વર્ષે ખરીદીનું પણ વિશેષ અને અત્યંત શુભ મુહૂર્ત પણ ધનતેરસ પર હશે.

એવી માન્યતા છે કે Dhanteras ના દિવસે સમુદ્ર મંથનમાંથી ધન્વંતરી પોતાના હાથમાં અમૃતનો કળશ લઈને પ્રગટ થયા હતા. આ વર્ષના શુભ મુહૂર્તની વાત કરીએ તો ધનતેરસ પર પ્રીતિ યોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ યોગમાં ધનતેરસની ખરીદી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. તો ચાલો તમને જણાવીએ ધનતેરસ પર પ્રીતિ યોગનું શુભ મુહૂર્ત ક્યારે છે.

Dhanteras
Dhanteras

Dhanteras ના શુભ મુહૂર્ત

Dhanteras ના શુભ મુહૂર્તની વાત કરીએ તો 10 નવેમ્બરે બપોરે 12:35 થી શુભ મુહૂર્ત શરૂ થશે જે 11 નવેમ્બરે 1.57 મિનિટ સુધી રહેશે. ધનતેરસના દિવસે પૂજાના મુહૂર્તની વાત કરીએ તો પૂજા સાંજે 5.47 કલાકથી લઈ 7.43 સુધી થઈ શકશે.

આ પણ વાંચો : Kali chaudas : દિવાળી પહેલા કાળીચૌદશ પર એક દીવો લોટનો પણ કરવો… નરકથી મળી જશે મુક્તિ, યમદેવ સાથે છે ધાર્મિક મહત્વ

બ્રહ્મ મુહૂર્તની વાત કરીએ તો તે સવારે 4.54 થી 5.47 સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 1:53 થી 2:37 સુધી રહેશે. સંધિકાળનું મુહૂર્ત સાંજે 5:30 થી 5:56 સુધીનું રહેશે. જ્યારે અભિજીત મુહૂર્ત સવારે 11:43 થી 12:26 સુધી રહેશે.

Dhanteras
Dhanteras

પ્રીતિ યોગમાં ખરીદીનું મળશે અનંત ફળ

Dhanteras ના દિવસે જે પ્રીતિ યોગ બની રહ્યો છે તે સાંજે પાંચ કલાક અને 6 મિનિટથી શરૂ થશે અને આખી રાત રહેશે આ સમય દરમિયાન કોઈપણ વસ્તુની ખરીદી કરવી વ્યક્તિને અનંત ફળની પ્રાપ્તિ કરાવે છે.

more article : Dhanterasના દિવસે ખરીદી લો આ 7 વસ્તુ, મા લક્ષ્મીની થશે કૃપા…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *