Vadodaraની સયાજી હોસ્પિટલે ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દીધી, ભાજપ મહિલા કોર્પોરેટરે તાત્કાલિક 108 બોલાવી સારવાર અર્થે ખસેડ્યા
Vadodaraના સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ માનવતા નેવે મૂકી હોય તેવી ઘટના સામે આવ્યા હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ માનવતા નેવે મૂકી ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દીધી હતી. જોકે ભાજપ મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાએ મહિલા દર્દીને જોતાં બેદરકારીનો ઘટસ્ફોટ થયો હતો. જે બાદમાં કોર્પોરેટરે 108 એમ્બ્યુલન્સ બોલાવી મહિલા દર્દીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.
સંસ્કારી નગરી કહેવાતા Vadodaraમાં એક માનવતા નેવે મૂકી હોય તેવી ઘટના સામે આવી છે. વિગતો મુજબ વડોદરાની સયાજી હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જોકે સયાજી હોસ્પિટલના સત્તાધીશોની બેદરકારીને કારણે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.
આ પણ વાંચો : Success Story : 12માં ધોરણમાં ફેલ થયા, ટેમ્પો ચલાવ્યો, જાણો IPS મનોજ કુમાર શર્માની સંઘર્ષની કહાની
જેમાં સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ એક ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દીધી હતી. જે બાદમાં જાગૃત કોર્પોરેટરને આ વાત ધ્યાને આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેમને તાત્કાલિક મહિલાને સારવાર અર્થે મોકલી આપ્યા હતા.
તબીબો-નર્સિંગ સ્ટાફ માનવતા ભૂલ્યો
સયાજી હોસ્પિટલના તબીબો-નર્સિંગ સ્ટાફ જાણે કે માનવતા ભૂલ્યો હોય તેમ એક ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર મૂકી દીધા બાદ ભાજપ મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાને આ વાત ધ્યાને આવી હતી.
જેથી તેમણે તાત્કાલિક 108ને બોલાવી મહિલાને સારવાર અર્થે ખસેડ્યા હતા. આ તરફ તેઓ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સ્ટાફ જાણે કઈં થયું જ ન હોય તેમ પગ ઉપર પગ ચડાવીને સ્ટાફના લોકો બેઠા હતા.
જે બાદમાં કોર્પોરેટરે મહિલા સાથે થયેલ વ્યવહારને લઈ ઇમરજન્સી વોર્ડના તબીબો અને નર્સિંગ સ્ટાફનો ઉધડો પણ લીધો હતો. આ સાથે કોર્પોરેટર જાગૃતિ કાકાએ વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલને સમગ્ર મામલે ફરિયાદ પણ કરી છે. જેમાં સયાજી હોસ્પિટલના જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.
more article : Vadodara રેલવે પોલીસે સપાટો બોલાવ્યો : માત્ર બે મહિનામાં દોઢસો જેટલા ગુમ લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું