બેડરૂમમાંથી આવતા હતા અજીબોગરીબ અવાજ, દિવાલ તોડીને જોયું તો ચોંકી ગયા લોક….

0
310

જો તમે તમારા બેડરૂમમાં સૂઈ રહ્યા છો અને અચાનક દિવાલોમાંથી વિચિત્ર અવાજો આવવા લાગે છે તો તમે ચોક્કસપણે ડરી જશો. આવું જ કંઈક સ્પેનમાં રહેતા એક દંપતી સાથે થયું છે. હકીકતમાં આ દંપતી સ્પેનના ગ્રેનાડામાં રહે છે. એક દિવસ જ્યારે તે તેના ઘરના બેડરૂમમાં સૂતા હતા ત્યારે તેમને અચાનક જ વિચિત્ર અવાજો સંભળાવવા લાગ્યા. ત્યારબાદ દંપતીએ આ અવાજોને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તમામ પ્રયત્નો છતાં પણ તે જાણી શક્યા નહીં કે આ અવાજો ક્યાંથી આવી રહ્યા છે.

જ્યારે તે અવાજ શોધવામાં નિષ્ફળ ગયા, ત્યારે તેમણે એક સ્થાનિક વ્યક્તિને તેની મદદ માટે ફોન કર્યો. ત્યારબાદ તે માણસે દંપતીના બેડરૂમની નજીકથી તપાસ કરી પરંતુ તે પણ અવાજ શોધવામાં નિષ્ફળ ગયો. ત્યારબાદ તેમને તે માણસની મદદથી બેડરૂમની દિવાલ તોડવાનું નક્કી કર્યું. આ સ્થિતિમાં માણસે બેડરૂમની દીવાલ તો તોડી નાખી પંરતુ દિવાલ તોડ્યા પછી જે દ્રશ્ય જોવા મળ્યું તેને જોઈને તેમની આંખો ફાટી ગઈ.

આ માણસે કહ્યું કે તેણે આ જીવનમાં પહેલાં ક્યારેય જોયું ન હતું. હકીકતમાં, દંપતીની બેડરૂમની દિવાલની અંદર, લગભગ 80,000 મધમાખીએ પોતાનો મધપૂડો બનાવ્યો હતો. જ્યારે મધમાખીઓ દિવાલ ચોંટી ગઈ હતી ત્યારે તે અવાજ કરતી હતી.યારબાદ યુવકે આ મધમાખીને દિવાલની અંદરથી કાઢી નાખી હતી. જેના પછી દંપતીએ શાંતિનો શ્વાસ લીધો.