Surat ના ટેક્સટાઈલ વેપારીઓની સુંદર ભક્તિ! ભગવાન રામના ઇતિહાસની ઝાંખી કરાવતી સાડીઓ બનાવી, જાણો પહેરવા પર કેમ પ્રતિબંધ?
Surat : ટેક્સટાઈલ માર્કેટના હબ ગણાતા સુરતે પણ ભગવાન રામના ઇતિહાસની ઝાંખી કરાવતી સાડી તૈયાર કરી છે, જે સાડીનો ઉપયોગ માત્ર પૂજા-પાઠ માટે જ થશે
ભગવાન રામના ઇતિહાસની સાડીમાં છાપ
સાડીમાં દર્શાવાયો રામાયણ કાળ
આ પણ વાંચો : Astro Tips : જો તમે તમારી વ્યવસાયને નવી ઉડાન આપવા માંગતા હોવ તો આ ઉપાયો અપનાવો,દિવસ દરમિયાન પ્રગતિ બમણી અને રાત્રે ચાર ગણી થશે…
સાડીનો ઉપયોગ થશે માત્ર પૂજા-પાઠમાં
Surat : અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના દિવસ જ બાકી છે. ત્યારે દેશ અને વિદેશના લોકો ભગવાન માટે અલગ-અલગ ચીજ-વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે. ત્યારે ટેક્સટાઈલ માર્કેટના હબ ગણાતા સુરતે પણ ભગવાન રામના ઇતિહાસની ઝાંખી કરાવતી સાડી તૈયાર કરી છે.
આ સાડી માત્ર પૂજામાં ઉપયોગમાં લેવામાં આવશે
આ સાડીમા ભગવાન રામની જીવન લીલા દર્શાવવામાં આવી છે. જેમાં ભગવાન રામનું અયોધ્યા ખાતેનું જૂનું મંદિર તેમજ નવું મંદિર, ભગવાન રામની વાનર સેના સાથે જ અને ભગવાન રામ સીતાજી લક્ષ્મણજીને દર્શાવવામાં આવ્યા છે. આ સાડી 22 દિવસની મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે
આ પણ વાંચો : Vastu Tips : આ ધાતુના સ્વસ્તિકને ઘરના મુખ્ય દ્વાર પર લગાવો, ઘણી પ્રગતિ થશે, પ્રમોશનમાં વિલંબ નહીં થાય..
આ પ્રકારની 100 જેટલી સાડી તૈયાર કરાશે જે સાડી અયોધ્યા રામ મંદિર ખાતે જશે. આ સાડીની ખાસ વાત એ છે કે, આ તૈયાર થયેલી સાડી પહેરવા માટે નથી. ભગવાન રામની મર્યાદા જાળવવા માટે આ સાડી માત્ર પૂજામાં ઉપયોગમાં લેવામાં આવશે.
22 દિવસની મહેનત બાદ સાડી તૈયાર
આ સાડી 22 દિવસની મહેનત બાદ તૈયાર કરવાના આવી છે, જે એક માસ્ટર દ્વારા સાડી ડિઝાઇન કરાઈ છે. આ સાડી સુરત ટેક્સટાઇલ માર્કેટ દ્વારા અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ 22 તારીખે મોકલવામાં આવશે. આ કારીગરી દ્વારા અગાઉ પણ સર્જીકલ સ્ટ્રાઈક, કાશ્મીર ફાઇલ પર પણ સાડીઓ તૈયાર કરાઈ ચુકી છે ત્યારે ભગવાન રામ ના રંગ માં રંગાઈ ભગવા રંગની આ સાડી સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે
MORE ARTICLE : rashifal : બની ગયો રૂચક રાજયોગ, આ 3 રાશિવાળાને થશે ભાગ્યોદય, મળશે નવી જોબ