BAPS Hindu Mandir : BAPS સંસ્થાના મહંત સ્વામી પહોંચ્યા અબુધાબી, કરશે UAEના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ધાટન, જુઓ ભવ્ય સ્વાગત…

BAPS Hindu Mandir : BAPS સંસ્થાના મહંત સ્વામી પહોંચ્યા અબુધાબી, કરશે UAEના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ધાટન, જુઓ ભવ્ય સ્વાગત…

BAPS Hindu Mandir ના ઉદ્ઘાટન પહેલા આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજ તૈયારીઓની સમીક્ષા કરવા અબુધાબી ગયા, 14 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરનું ઉદ્ઘાટન કરશે.

મહંત સ્વામી મહારાજ BAPS મંદિરના ઉદ્ઘાટન પહેલા અબુ ધાબી પહોંચ્યા.

ગલ્ફ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

મહંત સ્વામી મહારાજનું UAEમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

આ પણ વાંચો : Surat ના ટેક્સટાઈલ વેપારીઓની સુંદર ભક્તિ! ભગવાન રામના ઇતિહાસની ઝાંખી કરાવતી સાડીઓ બનાવી, જાણો પહેરવા પર કેમ પ્રતિબંધ?

 

View this post on Instagram

 

A post shared by BAPS (@bapsmedia)

BAPS Hindu Mandir : આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજ સોમવારે BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન પહેલા અબુ ધાબી પહોંચ્યા હતા. મહંત સ્વામી મહારાજ 14 ફેબ્રુઆરીના રોજ અબુ ધાબીમાં UAEના પ્રથમ હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટનની અધ્યક્ષતા માટે રાજ્યના અતિથિ તરીકે ગલ્ફ દેશમાં પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

 

View this post on Instagram

 

A post shared by BAPS (@bapsmedia)

મહંત સ્વામી મહારાજનું UAEમાં ભવ્ય સ્વાગત

BAPS Hindu Mandir : એરપોર્ટ પર આગમન સમયે મહંત સ્વામી મહારાજનું UAEના સહિષ્ણુતા મંત્રી શેખ નાહયાન મબારક અલ નાહ્યાને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જેની થોડી તસવીરો હાલ ક્ષસોઈયલ મીડીયા પર વાયરલ થઈ રહી છે. BAPS મંદિરના ઉદ્ઘાટન પહેલા આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજ તૈયારીઓની સમીક્ષા કરવાઅબુધાબી પહોંચી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by • संदेश (@bapsmessage)

મંદિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ 14મી ફેબ્રુઆરીના રોજ યોજાશે

આ પણ વાંચો : Vastu Tips : આ ધાતુના સ્વસ્તિકને ઘરના મુખ્ય દ્વાર પર લગાવો, ઘણી પ્રગતિ થશે, પ્રમોશનમાં વિલંબ નહીં થાય..

BAPS Hindu Mandir : અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને UAE આર્મ્ડ ફોર્સના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને મંદિરના નિર્માણ માટે 2015માં 13.5 એકર જમીન દાનમાં આપી હતી. એ બાદ UAE સરકારે જાન્યુઆરી 2019 માં 13.5 એકર વધારાની જમીન ફાળવી, મંદિરને ભેટમાં આપેલી કુલ જમીન 27 એકર થઈ ગઈ હતી. જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. હવે આ મંદિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ 14મી ફેબ્રુઆરીના રોજ યોજાશે.

‘અહલાન મોદી’ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

BAPS Hindu Mandir : આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના UAE પ્રવાસ પહેલા ભારતીય સમુદાયના ‘અહલાન મોદી’ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નોંધનીય છે કે UAEની મુલાકાત દરમિયાન, PM મોદી મંદિરના ઉદ્ઘાટનના એક દિવસ પહેલા 13 ફેબ્રુઆરીએ ‘અહલાન મોદી’ ખાતે ભારતીય પ્રવાસીને સંબોધિત કરશે. 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.

MORE ARTICLE  : rashifal : બની ગયો રૂચક રાજયોગ, આ 3 રાશિવાળાને થશે ભાગ્યોદય, મળશે નવી જોબ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *