Banaskantha : રીક્ષામાં ભરેલા લોખંડના સળિયા બસમાં ઘૂસી જતા અકસ્માત, 8 લોકો ઈજાગ્રસ્ત
Banaskantha : બનાસકાંઠાના ડીસામાં બનાસકુલ પાસે બસ અને રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની છે. ટેમ્પો-રીક્ષામાં ભરેલા લોખંડના સળિયા બસમાં ઘૂસી ગયા હતા.
રીક્ષામાં ભરેલા લોખંડના સળિયા બસમાં ઘૂસી જતા અકસ્માત, 8 લોકો ઈજાગ્રસ્ત
આ પણ વાંચો : ભગવાન શિવ : નંદી કેવી રીતે બન્યા ભગવાન શિવનું વાહન? વાંચો રસપ્રદ પૌરાણિક કથા…
બનાસકાંઠાના ડીસામાં બનાસકુલ પાસે બસ અને રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની છે. ટેમ્પો-રીક્ષામાં ભરેલા લોખંડના સળિયા બસમાં ઘૂસી ગયા હતા. બસના કંડકટર સહિત આઠથી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. ડીસા અને ગઢ સહિતની ત્રણ 108 એમ્બ્યુલન્સ વાન ઘટના સ્થળે પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અકસ્માતની ઘટનાને લઈ સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. લોકો રાહત કામગીરીમાં જોડાયા છે. અકસ્માતને પગલે રોડ પર બે કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો છે.
MORE ARTICLE : World record : 4 મહિનાની બાળકીની પ્રતિભા એવી કે, નામ ‘નોબલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાયુ