Banaskantha : ગુજરાતમાં વધુ એક પરિવારનો સામુહિક આપઘાત : સુરત બાદ બનાસકાંઠામાં ચાર લોકોએ ડેમમાં ઝંપલાવ્યું

Banaskantha : ગુજરાતમાં વધુ એક પરિવારનો સામુહિક આપઘાત : સુરત બાદ બનાસકાંઠામાં ચાર લોકોએ ડેમમાં ઝંપલાવ્યું

સુરત બાદ હવે બનાસકાંઠામાં સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. Banaskanthaના દાંતીવાડા ડેમમાં એક જ પરિવારના ચાર લોકોએ ઝંપલાવી સામુહિક આત્મહત્યા કરી છે. દાંતીવાડા ડેમમાં સાસુ કનુબા ચૌહાણ, પુત્રવધુ નયનાબા ચૌહાણ, પૌત્રી સપનાબા ચૌહાણ અને પૌત્ર વિરમસિંહ ચૌહાણે ઝંપલાવી આત્મહત્યા આત્મહત્યા કરી છે.

Banaskantha
Banaskantha

એક જ પરિવારના 4 લોકોના મોત મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૃતક પરણીતાના ભાઈએ બનેવી અને સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિ અને સસરાના ઘર કંકાસમાં પત્ની, દીકરો, દીકરી અને સાસુએ આત્મહત્યા કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચો : Ahmedabad સિવિલ હોસ્પિટલમાં અનોખો કિસ્સો,અઢી વર્ષના બાળકને જન્મજાત અન્નનળીની ખામી હોવાથી સર્જરી કરીને આપ્યું નવજીવન…

Banaskantha
Banaskantha

પ્રવીણસિંહ ઠાકોરની ફરિયાદને આધારે પતિ નારણસીંગ ગેનસીંગ ચૌહાણ અને સસરા ગેનસીંગ સ્વરૂપસીંગ ચૌહાણ સામે 306 નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પરિણીતા, તેનાં સાસુ અને તેનાં સંતાનોને મૃતક પરિણીતાનો પતિ અને સસરા શારીરિક-માનસિક ત્રાસ આપતા હોઇ આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.ચારેય મૃતકો પાલનપુરના નાની ભટામલ હોવાનું સામે આવ્યું છે.

સ્થાનિક લોકોએ ચારે લોકોને ડેમમાંથી બહાર કાઢી તેમના મૃતદેહોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યા હતા.

more article : બનાસકાંઠાના યુવાનોએ કમાલ કરી દીધો, ચા ના કપ ધોવાનું હાઇજેનિક મશીન બનાવી કમાલ કરી નાખી…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *