Bahucharaji Mataji : માત્ર એક ચપટી મીઠુંની બાધા પણ પૂર્ણ કરે એ મા બહુચર… જ્યાં યંત્રમાં સ્થાપિત છે માતાજી, રોચક છે ઈતિહાસ

Bahucharaji Mataji : માત્ર એક ચપટી મીઠુંની બાધા પણ પૂર્ણ કરે એ મા બહુચર… જ્યાં યંત્રમાં સ્થાપિત છે માતાજી, રોચક છે ઈતિહાસ

Bahucharaji Mataji : સતી પાર્વતીજીના અંગ દેશમાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની રચના થઈ છે, બહુચરાજીમાં માતાજીનો જમણો હાથ પડ્યો હતો, હાથ એટલે બાહુ અને એટલે જ આ મંદિરનુ નામ બહુચરાજી પડ્યુ છે પાર્વતીજીના અંગ પડ્યા ત્યાં શક્તિપીઠની રચના

બહુચરાજી માતાજીનો જમણો હાથ પડ્યો હતો

Bahucharaji Mataji
Bahucharaji Mataji

હાથ એટલે બાહુ અને એટલે જ આ મંદિરનુ નામ પડ્યુ બહુચરાજી

 આ પણ વાંચો  : Surat : સુરતના આ વ્યક્તિ પાસે છે 222 તોલા સોના અને 10 કિલો ચાંદીમાંથી બનેલી રામાયણ…

Bahucharaji Mataji : શાસ્ત્રોમાં મા બહુચરના દર્શનનું અનેરૂ ધાર્મિક મહાત્મય વર્ણવાયુ છે. નારીને નર કરનારી સર્વે દુખોમાંથી મુક્તિ અપાવનારી મા બહુચર સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. ગુજરાતમાં મા બહુચરના મંદિરને શક્તિપીઠનું ગૌરવ પ્રદાન થયુ છે. ચપટી મીઠુ પણ માતાજીને ચઢી શકે છે. એવા અનેક દાખલા છે,કે માત્ર ચપટી મીઠુની બાધાએ પણ લોકોની મનોકામના માતાજીએ પૂર્ણ કરી હોય, આવુ જ મહેસાણાના બહુચરાજીમાં બાલા ત્રિપુરા સુંદરી માં બહુચરમાંનું મંદિર આવેલુ છે.

વિસાયંત્રને ક્યાં રાખવામાં આવે છે?

Bahucharaji Mataji : બહુચરમાંનું મંદિર ગુજરાતની ત્રણ મુખ્ય શક્તિપીઠોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતુ મંદિર છે. સતી પાર્વતીજીના અંગ દેશમાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની રચના થઈ છે. બહુચરાજીમાં માતાજીનો જમણો હાથ પડ્યો હતો. હાથ એટલે બાહુ અને એટલે જ આ મંદિરનુ નામ બહુચરાજી પડ્યુ છે.

Bahucharaji Mataji
Bahucharaji Mataji

 

Bahucharaji Mataji :  આ શક્તિપીઠમાં માતાજી યંત્રમાં સ્થાપિત છે. સોનાના બનેલા આ યંત્રને ગાયકવાડ સરકાર દ્વારા યંત્ર સ્થાપિત કરાયેલુ છે. વિસાયંત્રને પૂજા વિધિ કરીને મંદિરમાં મૂર્તિ પાછળ ઢાંકીને રાખવામાં આવે છે.

 આ પણ વાંચો  : Jyotish Shashtra : ઘરમાં રોજ થઈ રહ્યા છે ઝઘડા? ગૃહકલેશ પાછળ વાસ્તુ દોષ હોઈ શકે કારણ, આજે જ શરૂ કરો આ કામ..

Bahucharaji Mataji
Bahucharaji Mataji

માનાજીએ બાધા રાખી અને થયા રોગમુક્ત

Bahucharaji Mataji
Bahucharaji Mataji

Bahucharaji Mataji :  માનાજીરાવે બહુચર માતાજી ની બાધા રાખી અને તેમનો રોગ મટી ગયો હતો. ત્યારે માનાજી રાવ ગાયકવાડે બહુચરમાંનું મોટુ મંદિર બંધાવ્યુ હતું. ચૈત્રીપૂનમે બહુચરાજીમાં પાંચ દિવસ મેળો ભરાય છે અને પચ્ચીસ લાખથી પણ વધારે ભક્તો દર્શનનો લાભ લે છે.

Bahucharaji Mataji : અહીં ચાંદીની જીભ તથા ચાંદીની પ્રતિમા ચઢાવી ભક્તો બાધા પૂર્ણ કરે છે. બાલા ત્રિપુરા સુંદરી વ્યંઢળોની આરાધ્ય દેવી હોવાની સાથે શક્તિસ્વરૂપા માતાજી છે. અન્ય રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓ શક્તિપીઠમાં આવી ધન્યતા અનુભવે છે. પૂનમે માતાજીની પાલખી મુળ સ્થાન શંખલપુર ગામમાં યાત્રા કરે છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *