બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તેમના જીવનમાં ઘણા સંઘર્ષોનો સામનો કરીને કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઉભું કર્યું.
દરેક લોકો પોતાના જીવનમાં આગળ વધવા માટે દિવસ રાત સખત મહેનત કરતા હોય છે અને આગળ વધીને મોટી સફળતા મેળવતા હોય છે, ઘણા લોકો મહેનત કરીને જીવનમાં મોટી સિદ્ધિ પણ મેળવતા હોય છે. આજે આપણે એક તેવા જ શાસ્ત્રી વિષે વાત કરીશું, આ શાસ્ત્રીનું નામ બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે. તેઓ મધ્યપ્રદેશના ખજુરાહો પાસે આવેલા છત્તરપુર નજીક એક સ્થાન આવેલું છે.
તેનું નામ બાગેશ્વર બાબા ધામ છે. ત્યાં ૨૬ વર્ષના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બિરાજમાન છે, આ જગ્યા પર દર મંગળવારે અને શનિવારે લોકો ટ્રેનનું સ્ટેન્ડ ના હોવા છતાં પણ ચેઇન ખેંચીને નીચે ઉતરે છે અને આ સ્થળે જાય છે. ખજુરાહોથી થોડા કિલોમીટર દૂર ગઢા નામે એક ગામ આવેલું છે ત્યાં વર્ષ ૧૯૯૬ માં રામકૃપાલ અને સરોજને ઘરે ધીરેન્દ્રનો જન્મ થયો હતો.
ધીરેન્દ્ર નાનપણથી જ શાળામાં જવા માટે નીકળતા અને મંદિરમાં જતા રહેતા હતા. ધીરેન્દ્ર નાનપણથી જ ધોતિયું અને ઝભ્ભો પહેરતા હતા, ધીરેન્દ્રનો પરિવાર ખુબ જ ગરીબ હતો એટલે તેઓને જે દક્ષિણા મળતી તેમાંથી તેઓ પોતાનું જીવન જીવતા હતા. ધીરેન્દ્રએ આઠમા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે, તેઓ ધાર્મિક ક્રિયાકર્મ જ કરતા રહેતા હતા.
તેઓ ત્રણ ભાઈ બહેન છે જેમાં બહેન રીતા ગર્ગના લગ્ન થઇ ગયા હતા અને ભાઈ શાલીગ્રામ ગર્ગઆશ્રમનું કામકાજ કરે છે. તેમને એક વખતે સપનામાં આવીને દાદાજીએ ભગવાનની સેવા કરવા કહ્યું તો તેઓએ દાદાગુરુના આશીર્વાદથી તેઓ બાલાજી મહારાજની સેવા કરવા લાગ્યા હતા.
તેમને સેવાનું મીઠું ફળ મળ્યું અને આજે તેઓ પ્લેનમાં અને પ્રાઇવેટ જેટમાં પ્રવાસે જાય છે. આજે દરેક લોકો ધીરેન્દ્રને ઓળખે છે એટલે તેમના દર્શન કરવા માટે પણ જાય છે.